તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Shah39s 39mission Patidar39 For The Target Of 7 Lakhs On Gandhinagar Seat 054601

ગાંધીનગર બેઠક પર 7 લાખની લીડના લક્ષ્યાંક માટે શાહનું ‘મિશન પાટીદાર’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર બેઠક ભાજપ માટે અજેય ગણાય છે, પણ આ વખતે અહીંથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લડી રહ્યા હોવાથી પક્ષના સંગઠનને સીધો સાત લાખ મતોની સરસાઈનો લક્ષ્યાંક મળ્યો છે. તે માટે અમિત શાહના ગાંધીનગર પરના ચૂંટણી જંગના સેનાપતિઓ માટે પહેલું કામ છે પાટીદાર મતદાતાઓના મન જીતવાનું અને તેથી જ ગુરુવારે રાત્રે પૌત્રીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા અમદાવાદની ખૂબ ટૂંકી મુલાકાતે આવેલા શાહે મોડી રાત સુધી પક્ષના વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો અને ગાંધીનગર બેઠકના પ્રભારીઓ સાથે મેરાથોન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પણ પાટીદાર મતદાતાઓને રિઝવવાની રણનીતિ ઘડાઈ છે.

રણનીતિના ભાગરૂપે શાહે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી. કે. પટેલ અને આ સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે ફાઉન્ડેશનના જ અન્ય નેતા આર. પી. પટેલના નિવાસસ્થાને ગુરુવારે જ બેઠક યોજી હતી. જોકે સી.કે. પટેલે બેઠકમાં કોઈ રાજકીય મુદ્દો ચર્ચાયો ન હોવાનું જણાવ્યું હતું. 14મીએ પણ અમિત શાહ ઉ.ગુજરાતના પટેલ સમાજના સંગઠનોને મળશે.

બેઠકના કુલ મતદારોમાંથી 25 ટકા પાટીદારો
ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતાં ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારોમાં પાટીદારો પ્રભુત્વ ધરાવે છે અને સમગ્ર લોકસભા બેઠકના કુલ મતદાતાઓની સંખ્યામાં પાટીદારોની સંખ્યા 25 ટકા જેટલી છે. આથી 7 લાખની સરસાઇ મેળવવા માટે પાટીદારોના મત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...