તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Shah Will Arrive In Ahmedabad Tonight Meet Leaders Before Election Campaign 055546

શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, ચૂંટણી પ્રચાર પહેલા નેતાઓને મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં છ બેઠકો માટે યોજાઇ રહેલી પેટાચૂંટણીનો પ્રચાર શરુ થાય તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. રવિવારે રાત્રે અમિત શાહ અમદાવાદ આવી જશે. સોમવારે પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નામાંકન પત્રો ભરવાના છે, તે વખતે અમિત શાહ અહીં હાજર હશે, પરંતુ કોઇપણ ઉમેદવાર સાથે નહીં હોય. અમિત શાહનો આ પ્રવાસ કાર્યક્રમ સરકારી, રાજકીય અને વ્યક્તિગત પ્રસંગો પૂરતો રહેશે.

સોમવારે સવારે તેઓ અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ

સાબરમતી ધારાસભ્ય અરવિંદ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટન માટે વાડજ વિસ્તારમાં યોજાનારા સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ પોતાના વતન માણસામાં નવરાત્રિ ઉત્સવ નિમિત્તે દરવર્ષની માફક આરતી માટે સપરિવાર જશે. આ દરમિયાન તેઓ રાજકીય બેઠકો પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...