તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ ડેન્ટલમાં દાંતની દરેક સારવાર માટે અલગ ફ્લોર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલ કેમ્પસમાં અંદાજે રૂ. 40 કરોડને ખર્ચે દેશની પ્રથમ આઠ માળની ગવર્નમેન્ટ ડેન્ટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નવી બિલ્ડિંગ નિર્માણ પામી છે. દર્દીની સુવિધાને ધ્યાનમાં રાખી આઠ માળની ડેન્ટલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોરથી લઇને આઠમા માળ સુધી દાંતની વિવિધ સારવાર મુજબ અલગ ફ્લોર ફાળવ્યો છે.

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ-હોસ્પિટલના ડીન અને એડિશનલ ડાયરેકટર ડો. ગિરીશ પરમાર જણાવે છે કે, રાજ્ય સરકારે સિવિલ કેમ્પસમાં 12,450 સ્કેવર મીટરમાં ડેન્ટલ કોલેજ-હોસ્પિટલની અંદાજે રૂ. 40 કરોડને ખર્ચે દેશની પ્રથમ આઠ માળની નવી બિલ્ડિંગનું નિર્માણ કર્યુ છે. હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ બાળ દર્દી સહિત 550 દર્દી સારવાર માટે આવે છે.

સારવાર ઝડપી બનાવવા ડેન્ટલ ચેરની સંખ્યા 200થી વધારે 270 કરાઇ છે, આગામી સમયમાં વધુ 100 ડેન્ટલ ચેર ઉપલબ્ધ થશે.

આ ફ્લોર પર આ સારવાર કરવામાં આવશે
ફ્લોર

ગ્રાઉન્ડ : દાંત બચાવવા

1 : દાંત પડાવવા

2 : દાંતના ચોકઠા-ઇમ્પલાન્ટ

3 : પેઢાના રોગો માટે

4 : વાંકા-ચૂંકા દાંતની સારવાર

5 : બાળકોના દાંતની સારવારનો અલગ વિભાગ

6 : ઓરલ ડાયગ્નોસીસ- ઓરલ કેન્સર, પ્રી-કેન્સર તથા દાંતના તમામ રિસર્ચની વ્યવસ્થા

7 : કોલેજનાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી

કમ્પ્યૂટરાઇઝડ ચોકઠાંની સુવિધા
હાલમાં દાંતનું ચોકડું બનાવવા માટે માપ લેવું પડે છે, પણ આગામી સમયમાં દાંતનું ચોકઠું બનાવવા અત્યાધુનિક સીએડી સીએમ મશીન ઉપલબ્ધ થશે, જેથી કમ્પ્યૂટરાઇઝડ સિસ્ટમથી દાંતના ચોકઠા બનાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો