તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Sensex Raises Intra Day 500 Bounce For Three Days In A Row Hint At Improving Undertones 055139

સળંગ ત્રણ દિવસથી ઇન્ટ્રા-ડે 500+ ઉછાળા નોંધાવતો સેન્સેક્સ: અંડરટોન સુધરવાનો સંકેત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્સેક્સ છેલ્લા ત્રણ દિવસથી ઇન્ટ્રા-ડે 500+ પોઇન્ટનો સુધારો નોંધાવી રહ્યો છે. જે દર્શાવે છે કે, માર્કેટનો અંડરટોન- સેન્ટિમેન્ટ મંદીનું ઝેર પચાવી ચૂક્યા છે અને સુધારાની શરૂઆત માટે સજ્જ છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સેન્સેક્સે 17 માર્ચે 658 પોઇન્ટ, 18 માર્ચે 523 પોઇન્ટ જ્યારે 19 માર્ચે 510 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. પરંતુ પેનિક સેલિંગ પ્રેશર જારી રહેવાના કારણે સુધારો ધોવાયો હતો. માર્કેટ પંડિતો અને નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, સેન્સેક્સ ઓલટાઇમ હાઇથી 47 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. તે જોતાં માર્કેટમાં ઘટાડાના ચાન્સ 10 ટકા અને સુધારાના ચાન્સ 90 ટકા ગણાવી શકાય.

ગુરુવારે સેન્સેક્સ 1097 પોઇન્ટના ગેપડાઉન સાથે 27773 પોઇન્ટે ખુલ્યો હતો. અને 10 મિનિટમાં જ 2056 પોઇન્ટના કડાકા સાથે 26714 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ ધીમી રિકવરીમાં ઘટ્યા મથાળેથી સેન્સેક્સે 1574 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. જોકે, છેલ્લે આગલાં બંધની સરખામણીમાં 581.28 પોઇન્ટ ઘટી 28288.23 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 205.35 પોઇન્ટ તૂટી 8263.45 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે 8000 પોઇન્ટની સપાટી તોડી 7,832.55 બંધ રહ્યો હતો. આજે પણ 13 ઇન્ડાઇસિસ વર્ષના તળીયે બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી, 71 ટકા સ્ક્રીપ્સમાં ફંડામેન્ટલ મંદીના રહ્યાં


બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2561 પૈકી માત્ર 574 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 1828 સ્ક્રીપ્સ ઘટી હતી. તે પૈકી 1206 સ્ક્રીપ્સ વર્ષના તળીયે પહોંચી હતી. જ્યારે 463 સ્ક્રીપ્સમાં મંદીની સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 23 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 7 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી આટીસી સૌથી વધુ 7.50 ટકા ઊછળી 161.95 બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, કોટક બેન્ક, પાવરગ્રીડ, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને હીરો મોટોકોર્પ પણ સુધર્યા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ સૌથી વધુ 10.24 ટકાના ધોવાણ સાથે 2748.65 બંધ રહ્યો હતો. મારુતિ 9.85 ટકા, એક્સિસ બેન્ક 9.50 ટકા, મહિન્દ્રા 9.28 ટકા, ટેક મહિન્દ્રા 8.43 ટકા, ઓએનજીસી 7.35 ટકા ઘટ્યા હતા.

વૈશ્વિક શેરબજારોમાં નકારાત્મક વલણ: વૈશ્વિક શેરબજારોમાં પણ ભારે વોલેટિલિટી વચ્ચે માર્કેટ ટ્રેન્ડ નકારાત્મક રહ્યો હતો. સેન્ટ્રલ બેન્કોએ જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજિસની અસર પણ ઓસરી જવા સાથે સાઉથ કોરિયામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ હેંગસેંગ, નિક્કેઇ અને સાંઘાઇ પણ ઘટ્યા હતા. જોકે ઇસીબીએ 750 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યાની પોઝિટિવ અસર યુરોપિયન શેરબજારો ઉપર જોવા મળી હતી.

માર્કેટમાં રિવર્સલ ટ્રેન્ડની પાંખી આશા

માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસ અનુસાર સુધારાની શકયતા ઓછી જણાય છે. નિફ્ટી એકવાર 7900-7500 પોઇન્ટ સુધી ઘટે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉપરમાં 8600-9200 પોઇન્ટની સપાટીઓ તીવ્ર પ્રતિકારક જણાય છે. જ્યાં સુધી નિફ્ટી 8600 ઉપર બંધ આપે નહિં ત્યાં સુધી સુધારાની શક્યતા ઓછી છે.> સિદ્ધાર્થ ખેમકા, MOSL

સેન્સેક્સમાં 3 દિવસીય ઇન્ટ્રા-ડે ઉછાળો

10 મિનિટમાં 2056નો કાતિલ ઘટાડો, ત્યારબાદ 26714ના ઘટ્યા મથાળેથી 1574 પોઇન્ટની રિકવરી

તારીખ સેન્સેક્સ ઇન્ટ્રાડે ઉછાળો

19 માર્ચ 29371 510

18 માર્ચ 31102 523

17 માર્ચ 32048 658

FPIની આજે પણ રૂ. 4623 કરોડની નેટ વેચવાલી નોંધાઇ

વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 4622.93 કરોડની નેટ વેચવાલી જારી રહી હતી. જ્યારે સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 4367.43 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો. પરંતુ માર્કેટમાં માહોલ મંદીનો રહેતાં સેન્સેક્સ, નિફ્ટી, રૂપિયામાં જંગી ઘટાડાન ચાલ આગળ વધી હતી.

વર્ષના તળિયે પહોંચ્યા 13 ઇન્ડાઇસિસ


ઇન્ડેક્સ+/- (ટકા)

એફએમસીજી-1.02

હેલ્થકેર-1.82

આઇટી-1.50

ટેલિકોમ+1.66

ઓટો-5.93

બેન્કેક્સ-2.54

કેપિ. ગુડ્સ-6.18

કન્ઝ્યુ. ડ્યુરે.-4.26

મેટલ-7.17

ઓઇલ-4.56

પાવર-1.19

સ્મોલકેપ-4.53

મિડકેપ-3.70
અન્ય સમાચારો પણ છે...