તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે રેકોર્ડ સ્તરેથી 135 પોઇન્ટ ડાઉન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતીમ દિવસે ઇન્ટ્રા-ડેમાં નવી ઉંચાઇએ પહોંચ્યા બાદ અંતે બીએસઇ સેન્સેક્સ 135.36 પોઇન્ટના ઘટાડા સાથે 39140.28 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 34.35 પોઇન્ટ ઘટી 11752.80 પોઇન્ટ બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કયુ-4 પરિણામ પૂર્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ત્રણ ટકા સુધી મજબૂત રહ્યો હતો. જોકે, તેજી પાછળનું મુખ્ય કારણ સાઉદી અરામકો રિલાયન્સ રિફાઇનરી તથા પેટ્રોકેમનો 25 ટકા હિસ્સો ખરીદશે તેવા અહેવાલે તેજી રહી હતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટરમાં પ્રોફિટબુકિંગના કારણે ઘટાડો રહ્યો હતો.

માર્કેટ કેપ 153.49 લાખ કરોડ રહી હતી. સેક્ટોરલ આધારિત એનર્જી 1.93 ટકા જ્યારે ઓઈલ-ગેસ 0.75 ટકા સુધર્યા હતા. તે સિવાયના તમામ સેક્ટર્સ નેગેટીવ રહ્યા હતા. રિયાલ્ટી 2.33 ટકા તૂટ્યો હતો. પાવર, મેટલ, યુટિલિટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, બેઝિક મટિરિયલ્સમાં 1થી 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેકની 31 સ્ક્રિપ્સ પૈકી 22માં ઘટાડો જ્યારે 9 સ્ક્રિપ્સ વધીને બંધ રહી હતી. જ્યારે કુલ ટ્રેડેડ 2727 સ્ક્રિપ્સ પૈકી માત્ર 886 સ્ક્રિપ્સમાં સુધારો અને 1674 સ્ક્રિપ્સમાં ઘટાડો રહ્યો હતો. આમ માર્કેટ બ્રેથ્ડ તથા સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું હતું. સ્પાઈસ જેટે હાલ 6 નવા બોઈંગ કાર્યરત કર્યા છે. તેમજ આગામી બે સપ્તાહમાં 27 નવી ફ્લાઈટ કાર્યરત કરવાના અહેવાલે સ્પાઈસ જેટ ઈન્ટ્રા ડે 152.60ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. અંતે પ્રોફિટ બુકિંગ સાથે સુધરી 136.25 પર બંધ રહ્યો હતો.

FIIમાં 1038.46 કરોડની લેવાલી, ડીઆઈઆઈ વેચવાલ : વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય સ્ટોક માર્કેટમાં રોકાણ સતત વધી રહ્યુ છે. એફઆઈઆઈ 1038.46 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 337.59 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.

જેટે 75% શેર વેચવા બેન્કોએ બોલીઓ મંગાવી છતાં શેરમાં 33%નું ગાબડું
જેટ એરવેઝના લેન્ડર્સે નક્કી કર્યું છે કે એરલાઈનને બચાવવા માટે સમર્થ રોકાણકારો પાસેથી બોલીઓ મંગાવી છે. એરલાઈન્સના 75 ટકા સુધીના શેર વેચવા માટે બેન્કોએ બિડિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ ચરણમાં મળેલા પ્રસ્તાવના આધારે રોકાણકારોને 16 એપ્રિલ સુધીમાં બોલીના દસ્તાવેજો ઈસ્યુ કરવામાં આવ્યા છે જે 10 મે સુધીમાં પ્રક્રિયા પૂરી થશે. જેટ એરવેઝે લેન્ડર્સના નિવેદનો પ્રસિદ્ધ કર્યા કે એરલાઈનનો હિસ્સો વેચવા માટે ચાલી રહેલી પ્રક્રિયા સફળ રહેવાની શકયતા છતાં શેર 33.23 ટકા ઘટાડાની સાથે 163.90 પર બંધ રહ્યો હતો. જોકે, ઇન્ટ્રા-ડેમાં શેર 34.62 ટકા તૂટી 158.10 પહોંચતા 52 સપ્તાહની નીચી સપાટીએ રહ્યો હતો.બેન્કો તરફથી ઈમરજન્સી ફન્ડિંગ ન મળવાને કારણે જેટ એરવેઝે બુધવારે તમામ ફલાઈટ્સ બંધ કરી હતી જેના પરિણામે એરલાઈનના શેરમાં વેચવાલીનો દૌર હતો.

રિલાયન્સનો શેર 3 ટકા વધ્યો : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પોઝિટીવ ક્યુ-4 પરિણામના આધારે તેમજ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સના વેપારનો 25 ટકા હિસ્સો વિશ્વની ટોચની ઓઇલ કંપની સાઉદી અરામકો ખરીદ કરશે તેવા અહેવાલે શેરમાં મજબૂતી હતી. ઇન્ટ્રા-ડેમાં 3% વધ્યા બાદ અંતે 2.79 ટકા વધી 1382.90 બંધ રહ્યો હતો.

ડીબીએસ બેન્કનો નફો 50 ટકા વધ્યો : 2019ના પુરા થતા નાણાંકિય વર્ષના અંતે ડીબીએસ બેન્કનો ક્યુ-4 નફો 50 ટકા વધી 96.3 કરોડ રહ્યો છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 64.2 કરોડ હતો. વ્યાજ આવક 13.8 ટકા વધી 300.9 કરોડ, ગ્રોસ એનપીએ ઘટી 1.84 ટકા રહી છે.

RBl બેન્કનો નફો 39 ટકા વધ્યો : RBL બેન્કનો માર્ચ અંતના પુરા થતા ક્વાર્ટરમાં નફો 38.8 ટકા વધી 247.1 કરોડ રહ્યો છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 178.1 કરોડ હતો.

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ
કંપની બંધ +/-%

યસબેન્ક 255.30 -4.18

વીઇડીએલ 178.70 -3.51

રિલાયન્સ 1382.90 2.79

તાતા મોટર્સ 235.90 2.32

એશિયન પેઇ. 1465.35 0.65રિયાલ્ટી શેર્સ રગડ્યાં

કંપની બંધ +/-%

પ્રેસ્ટીજ 261.90 -5.64

IBરિયાલિસ્ટ 103.75 -4.69

ઓબેરોય રિયા. 549.10 -4.68

ગોદરેજ પ્રો. 916.30 -2.78

સનટેક 488.45 0.04

અન્ય સમાચારો પણ છે...