તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધ્યા મથાળેથી સેન્સેક્સમાં 465 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 10800 નજીક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે એરસ્ટ્રાઇકના પ્રતિભાવમાં ભારતીય શેરબજારોએ બુધવારે શરૂઆત સુધારા સાથે કરી હતી. બીએસઇ સેન્સેક્સ આજે 165 પોઇન્ટના ગેપમાં ઉપરથી ખુલી ઇન્ટ્રા-ડે 397 પોઇન્ટ સુધી સુધર્યો હતો. પરંતુ આજે પાકિસ્તાનના વિમાનોએ કરેલા હુમલા બાદ સર્જાયેલી વોર જેવી સ્થિતિના કારણે સેન્સેક્સ સુધર્યા મથાળેથી 465 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. જોકે, આગલાં બંધની સરખામણીમાં 68.28 પોઇન્ટ ઘટી 35905.43 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 28.65 પોઇન્ટના ઘટાડે 10806.65 પોઇન્ટ બંધ રહ્યો હતો. અન્ય સેક્ટોરલ્સમાં આજે વધઘટ, વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા. અધૂરામાં પુરું ગુરુવારે ડેરિવેટિવ્સ સેટલમેન્ટ ડે હોવાના કારણે પણ માર્કેટમાં સાવચેતીનું વલણ રહ્યું હતું.

તાતા મોટર્સ 3 ટકા તૂટ્યો: સેન્સેક્સ પેકની 31 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જે પૈકી બજાજ ઓટો 2.09 ટકા, લાર્સન 1.49 ટકા, ભારતી એરટેલ 1.46 ટકા, સન ફાર્મા 1.39 ટકા અને એક્સિસ બેન્ક 1.09 ટકા સુધર્યા હતા. જ્યારે 14 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી તાતા મોટર્સ આજે 3.01 ટકા કરેકશન સાથે 177.20 બંધ રહ્યો હતો. વેદાન્તા 2.92 ટકા, એચયુએલ 1.77 ટકા, કોટક 1.61 ટકા, એનટીપીસી 1.17 ટકા સુધી ઘટ્યા હતા.

ધનલક્ષ્મી, અલ્હાબાદ, કોર્પોરેશન બેન્કમાં ઉછાળો: ધનલક્ષ્મી બેન્ક, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક ઉપરથી આરબીઆઇએ નિયંત્રણો ઉઠાવી લેતાં ત્રણેય બેન્ક શેર્સમાં 10 ટકા સુધીનો ઇન્ટ્રા-ડે ઉછાળો જોવા મળ્યો હતો. આ ત્રણેય બેન્કોને વિકલિસ્ટમાંથી બહાર મૂકવા માં આવી છે.

એફઆઇઆઇ-ડીઆઇઆઇ સુસ્ત: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 423.04 કરોડની નેટ ખરીદી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 66.81 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો. જ્યારે ક્લાયન્ટ્સ અને એનઆરઆઇ સેગ્મેન્ટમાં પણ કામકાજ પાંખા રહ્યા હતા.

વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન: યુરોપમાં સાધારણ ઘટાડો
વૈશ્વિક શેરબજારોમાં ટોન મિક્સ રહ્યો હતો. એશિયાઇ શેરબજારો પૈકી સિંગાપોર, તાઇવાનમાં સાધારણ ઘટાડો જ્યારે સાંઘાઇ, જાપાનમાં સાધારણ સુધારો રહ્યો હતો. યુરોપના ત્રણેય મુખ્ય શેરબજારોમાં ઘટાડો રહ્યો હતો.

ધનલક્ષ્મી 10 ટકા ઊછળ્યો
બેન્ક બંધ સુધારો

ધનલક્ષ્મી 15.40 10.00%

લક્ષ્મી વિલાસ 62.15 9.81%

અલ્હાબાદ 47.15 7.53%

કોર્પોરેશન 30.90 5.82%

સ્મોલકેપમાં સ્ટોક સ્પેસિફિક
કંપની બંધ +/-%

બીડીએલ 291.00 15.43

આધુનિક 55.80 13.88

મેક્સ ઇન્ડિયા 71.35 -13.52

રેઇન 97.90 -9.77

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો