• Gujarati News
  • National
  • Ahmedabad News Sensex Down 1179 To Intra Day High Nifty Closes With 19 Points 055142

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે હાઇથી 1179 ઘટ્યો, નિફ્ટી 19 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે બંધ રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ, રિવર્સ રેપોરેટ, સીઆરઆરમાં કરેલા ઘટાડા પછી પણ ભારતીય શેરબજારોમાં ત્રણ દિવસની સુધારાની ચાલને બ્રેક વાગી હતી. સેન્સેક્સ આજે 308 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ 398 પોઇન્ટ સુધરી 31000 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કર્યા બાદ આરબીઆઇની જાહેરાત પછી સતત ઘટાડામાં ઇન્ટ્રા-ડે સુધારાથી 379 પોઇન્ટની પીછેહઠ નોંધાવી હતી અને છેલ્લે 131.18 પોઇન્ટની નરમાઇ સાતે 29815.59 પોઇન્ટ બંધ રહ્યો હતો. ખાસ કરીને રિયાલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી જેવાં રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં પણ પ્રોફીટ બુકિંગ નોંધાયું હતું. જોકે, નિફ્ટી-50 ઇન્ટ્રા-ડે 9000 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા બાદ છેલ્લે 18.80 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 8660.25 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ સાધારણ નેગેટિવ: સામાન્ય દિવસોમાં બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા 2700-2900 વચ્ચે અને તેજીના ગાળામાં 3000 આસપાસ રહેતી હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી માર્કેટમાં ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યામાં ઘટાડો પરંતુ વોલેટિલિટીમાં વધારો થઇ રહ્યો છે. આજેપણ કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા 2481 રહેવા સાથે 1143માં સુધારો અને 1164માં ઘટાડાની સ્થિતિ જોવા મળી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી બજાજ ફાઇનાન્સ 8.87 ટકા, હીરો મોટો 8.04 ટકા, ભારતી એરટેલ 6.09 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 5.94 ટકા, મારૂતિ 4.81 ટકા, એચસીએલ ટેક. 4.37 ટકા સુધી ઘટ્યા હતા. જોકે, એક્સિસ બેન્ક, આઇટીસી, એનટીપીસી, મહિન્દ્રા અને આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્કમાં સુધારો આગળ વધ્યો હતો.

નિફ્ટી માટે 7500- 6800 પોઇન્ટ ટેકાની, 9600- 10000 પ્રતિકારક

માર્ચનો તેજીમય ટોને અંત અને એપ્રિલ સિરિઝનો મંદીમય ટોને પ્રારંભ થયો છે. મોટાભાગના ટ્રેડર્સે તેમની શોર્ટ પોઝિશન્સ ટાળી છે. વોલેટિલિટી ઇન્ડેક્સ (ઇન્ડિયા VIX) 86.64 ટકાની મલ્ટીયર હાઇ સપાટીએ છે. નિફ્ટીએ જે રીતે 7500 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે તે જ રીતે 8600 પોઇન્ટની સપાટી ઉપર બંધ પણ આપ્યું છે. જે ઓક્ટોબર-2008થી અત્યારસુધીની સિરિઝ-ઓન-સિરિઝ લોસની દ્રષ્ટિએ 25.72 ટકાનો સૌથી મોટો લોસ દર્શાવે છે. મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીઝના જય પુરોહીત જણાવે છે કે, 62.12 ટકાનું રોલઓવર 77.65 ટકાની ગત માસ અને 77.65 ટકાની ત્રિમાસિક એવરેજ કરતાં પણ નીચું રહ્યું છે. વોલેટિલિટીને ડામવા સેબીએ ભરેલા પગલાંના કારણે મોટાભાગના ખેલાડીઓએ પોઝિશન હળવી કરી છે. એફઆઇઆઇ તરફથી માર્ચ સિરિઝમાં રૂ. 60192 કરોડના હેવી સેલિંગ પ્રેશર છેલ્લા 13 વર્ષનો સૌથી મોટો માસિક ફીગર દર્શાવે છે. એફઆઇઆઇએ માર્ચ સિરિઝના ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શોર્ટ પોઝિશન હળવી કરી છે.

નિફ્ટી માટે 7500- 6800 મહત્ત્વની ટેકાની સપાટી

{નિફ્ટી: આગામી શોર્ટ રનમાં 7500- 6800 પોઇન્ટની સપાટીઓ મહત્ત્વની ટેકાની બની રહેશે. જ્યારે તેજીવાળાઓ માટે 9600- 10000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવી એક નવા પડકાર જેવી રહેશે.

{ બેન્ક નિફ્ટી: આગામી ટૂંકા ગાળા માટે 16000- 14800 પોઇન્ટની સપાટી મહત્ત્વની ટેકાની જણાય છે. જ્યારે 22000- 22500 પોઇન્ટની સપાટી મહત્ત્વની રેઝિસ્ટન્સ જણાય છે. ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક, આરબીએલ બેન્ક, કેનરા બેન્ક અને એસબીઆઇમાં જોવાયેલું હેવી પ્રેશર હતું. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક અને RBL બેન્કમાં રોલઓવર નોંધપાત્ર રહ્યું છે.

BSE: ટ્રેડેડ સ્ક્રીપ્સ ઘટી

તારીખ ટ્રેડેડ સુધારો ઘટાડો

27 માર્ચ 2481 1143 1164

26 માર્ચ 2449 1508 769

25 માર્ચ 2356 1213 989

24 માર્ચ 2426 923 1337

23 માર્ચ 2401 232 2037

રેટ સેન્સિટિવ ઓટો, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, એફએમસીજી સેક્ટર્સ પણ ઘટ્યા

રેપોરેટ ઘટ્યા પછી માર્કેટ ઘટ્યું, સેન્સેક્સમાં 131 પોઇન્ટની પીછેહટ

અન્ય સમાચારો પણ છે...