તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

190ની સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 22 સુધર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
190 પોઇન્ટની સાંકડી વધઘટના અંતે બીએસઇ સેન્સેક્સ 21.66 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 38607.01 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 12.40 પોઇન્ટના સુધારા સાથે 11596.70 પોઇન્ટ બંધ રહ્યો હતો. 18 રાજ્યોની 91 લોકસભા સીટ્સ ઉપર આજે યોજાયેલા મતદાન ઉપરાંત CPI અને IIP ડેટા તેમજ ઇન્ફી, ટીસીએસના Q4 પરીણામ પૂર્વે માર્કેટમાં સાવચેતીનો સૂર રહ્યો હતો. વર્લ્ડ ઇકોનોમિ ગ્રોથ રેટ ચિંતાનો વિષય રહેવા સાથે ફેડ મિટિંગ પૂર્વે વૈશ્વિક શેરબજારોમાં સાંકડી વધઘટે મિક્સ ટોન રહ્યો હતો. એનર્જી, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સ્મોલ-મિડકેપ સેગ્મેન્ટમાં સુધારાની ચાલ સામે આઇટી, મેટલ અને ટેકનોલોજી શેર્સમાં ઘટાડાની ચાલ રહી હતી.

માર્કેટબ્રેડ્થ સતત નકારાત્મક: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2693 પૈકી 1157 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1356 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી અને ઉછાળે પ્રોફીટ બુકિંગનું રહ્યું છે.

રેલ વિકાસ નિગમનું ફ્લેટ લિસ્ટિંગ: રેલ વિકાસ નિગમનો શેર આજે રૂ. 19ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 19 ખુલી વધી રૂ. 19.75 થઇ નીચામાં રૂ. 18.60 થઇ છેલ્લે રૂ. 19.05 બંધ રહ્યો હતો. જે પાંચ પૈસા એટલેકે 0.26 ટકાનો સુધારો સૂચવે છે. યોજેલા રૂ. 480 કરોડનો ઇશ્યૂ 1.8 ગણો ભરાયો હતો.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 31 પૈકી 18 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ભારતી એરટેલ 2.19 ટકા ઊછળી રૂ. 347.50, બજાજ ઓટો 1.76 ટકા સુધરી રૂ. 2986.90 અને બજાજ ફાઇ. 1.56 ટકા 3048.80 બંધ રહ્યા હતા. જ્યારે 13 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો. તે પૈકી વેદાન્તા 3.72 ટકા, સન ફાર્મા 1.38 ટકા, તાતા સ્ટીલ 1.30 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

મેટલ્સ ઇન્ડેક્સ 136.61 ડાઉન: મેટલ ઇન્ડેક્સ 11461.81 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ કોલ ઇન્ડિયા અને હિન્દાલકોમાં નોમિનલ સુધારાને બાદ કરતાં તમામ સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી વેદાન્તા 3.72 ટકા, જિંદાલ સ્ટીલ 3.23 ટકા, સેઇલ 2.33 ટકા, નેશ. એલ્યુ. 2.22 ટકા, તાતા સ્ટીલ 1.30 ટકા ઘટ્યા હતા.

TCS- ઇન્ફોસિસના આજે Q-4 પરિણામ ઓપરેટિંગ માર્જિનમાં સુધારાનો આશાવાદ
ઇન્ફોસિસ અને ટીસીએસ જેવી મહારથી આઇટી કંપનીઓ દ્રારા માર્ચ-19ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શુક્રવારથી શરૂઆત થઇ રહી છે. મોટાભાગના નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે આઇટી કંપનીઓ ફરી એકવાર સારા પરીણામનો સિલસિલો જાળવી રાખશે. ઇન્ફોસિસ અને ટીસીએસ ઉપરાંત વીપ્રો, એચસીએલ ટેકનો ઉપર પણ માર્કેટ પંડિતો મોટો મદાર બાંધીને બેઠાં છે. અત્યારસુધી શેરધારકોને વળતર આપવામાં એફએમસીજી અને ફેમા કંપનીઓ અગ્રેસર ગણાતી હતી. પરંતુ હવે આઇટી કંપનીઓ પણ ઉદાર ડિવિડન્ડ, શેર્સ બાયબેક, બોનસ અને શેરની કિંમતમાં વૃદ્ધિ રૂપે વળતર ચૂકવી રહી છે.

છેલ્લા 3 ક્વાર્ટરમાં ડોલરમાં વોલેટિલિટીના કારણે અને રૂપિયામાં બે ટકાના સુધારાના કારણે આઇટી નિકાસો ઉપર થોડી અસર રહી છે તેના કારણે ઓપરેટિંગ માર્જિન્સ 10-15 બેઝિસ પોઇન્ટ ઘટવાની પણ નિષ્ણાતો ધારણા સેવી રહ્યા છે. નફાકારકતા ઉપર થોડું પ્રેશર રહેવા છતાં ટીસીએસના માર્જિન્સમાં 120 બીપીએસનો વધારો થયો છે. ડિસેમ્બર-18મના ક્વાર્ટરમાં ટીસીએસની 30 ટકા આવકો ડિજિટલ સર્વિસિસ મારફત થઇ હતી. તે જોતાં નિષ્ણાતો માર્ચ ક્વાર્ટરમાં પણ આ સેગ્મેન્ટ મારફત આવકમાં વૃદ્ધિનો આશાવાદ સેવી રહ્યા છે.

પરીણામ પૂર્વે IT શેર્સ
કંપની બંધ +/-%

ઇન્ફોસિસ 743.15 -1.46

ટીસીએસ 2019.05 -1.21

HCL ટેક. 1087.80 -0.93

વીપ્રો 281.30 0.11

ટેક, મહીન્દ્રા 780.95 -1.02

ટોચની IT કંપનીના Q4 અંદાજો
કંપની આવકો QoQ+% ચો. નફો QoQ+/-%

ટીસીએસ 37805 1.3 7944 -2.0

ઇન્ફોસિસ 21542 0.7 4042 12.0

વીપ્રો 15141 0.5 2467 -2.0

વીપ્રો 15141 0.5 2467 -3.0

ટેક. મહિ. 9066.5 1.4 1167 -3.3

અન્ય સમાચારો પણ છે...