તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેક્સ 139 અપ, નિફ્ટી ઇન્ટ્રા-ડે 11700 ક્રોસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત તેજીના ટોન સાથે થઇ છે. બીએસઇ સેન્સેક્સ 138.73 પોઇન્ટના સુધારે 38905.84 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 46.90 પોઇન્ટ સુધરી 11690.35 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે 11700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 11704.60 પોઇન્ટ થયો હતો.

સેન્સેક્સની આગેવાની હેઠળ ટેલિકોમ, આઇટી, ટેકનોલોજી, ઓટો, મેટલ, રિયાલ્ટી અને સ્મોલ-મિડકેપ સેગ્મેન્ટમાં પણ ધીમા સુધારાની ચાલ રહી હતી. જોકે, પીએસયુ ઓએમસીમાં ઘટાડો રહ્યો હતો. રિટેલ ફુગાવો, આઇઆઇપી, જથ્થાબંધ ફુગાવો, ચીનના ડેટા તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાના અહેવાલો પાછળ સ્થાનિકમાં સુધારાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો.

ઇમ્પેક્ટ: ટીસીએસ 4.8 ટકા ઉછળ્યો, ઇન્ફી. 2.8 ટકા તૂટ્યો| શુક્રવારે જાહેર થયેલા માર્ચ-19ના અંતે પુરા થયેલા પરીણામની અસર તળે ટીસીએસ 4.78 ટકા ઊછળી રૂ. 2110.45 બંધ રહ્યો હતો. જેના કારણે કંપનીનું માર્કેટકેપ રૂ. 36136 હજાર કરોડ વધી રૂ. 7.92 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. માર્કેટ નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સના મત અનુસાર ટીસીએસનો શેર હાલના લેવલથી 10-20 ટકા સુધરી શકે છે. સીએલએસએ દ્રારા રૂ. 2460નો ટાર્ગેટ અપાયો છે. જ્યારે ક્રેડિટ સૂઇસે રૂ. 1900 વાળો ટાર્ગેટ વધારી રૂ. 2130 કર્યો છે. જોકે, કેટલીક ગ્લોબલ સંસ્થાઓએ એક વર્ષમાં રૂ. 1,980-2000નો ભાવ થવાની આગાહી કરી હતી. પરંતુ તે ઇન્ટ્રા-ડે જ એચિવ થઇ ગયો હતો!! સામે ઇન્ફોસિસ 2.83 ટકા તૂટી રૂ. 726.25ની સપાટીએ બંધ રહ્યો હતો. જેના કારણે કંપનીનુ માર્કેટકેપ રૂ. 9240.6 કરોડ ઘટી રૂ. 317468.40 કરોડ થયું હતું. ઇન્ફોસિસના કિસ્સામાં પણ મોર્ગન સ્ટેનલિ, ક્રેડિટ અને સીએલએસએ એવી આગાહી કરી રહ્યા છે કે, શેરનો ભાવ રૂ. 650 થવાની ધારણા છે. જ્યારે મોર્ગન સ્ટેનલિએ રૂ. 700નો ટાર્ગેટ મૂક્યો છે. નોમુરા રૂ. 680નો ટાર્ગેટ મૂક્યો છે.

મેટ્રોપોલિસ હેલ્થકેર પ્રિમિયમે લિસ્ટિંગ બાદ અંતે નેગેટિવ ઝોનમાં
મેટ્રોપોલિસ હેલ્થકેરનો આઇપીઓ સોમવારે રૂ. 960ની ઇશ્યૂ પ્રાઇસ સામે 9 ટકા પ્રિમિયમ એટલેકે રૂ. 960ની સપાટીએ લિસ્ટિંગ થયા બાદ 10.22 ટકા ઊછળી રૂ. 970 સુધી સુધર્યો હતો. પરંતુ નીચામાં થઇ રૂ. 959.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, શેર 45 પૈસા નીચામાં બંધ રહ્યો હતો. તેના કારણે પ્રથમ દિવસના અંતે જ ડિસ્કાઉન્ટમાં બંધ રહેતાં રોકાણકારોમાં હતાશા ફેલાઇ હતી.

ભારતી એરટેલનો રાઇટ્સ ઇશ્યૂ| કંપની 69 શેર્સદીઠ 19 શેર્સનો રાઇટ્સ ઇશ્યૂ યોજી રૂ. 24939 કરોડ એકત્ર કરવા માટે તા. 24 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 220ની ઇશ્યૂ પ્રાઇસ રાખી છે. આ જાહેરાતના પગલે શેર 1.73 ટકા સુધરી રૂ. 347.45 બંધ રહ્યો હતો.

રેલવિકાસ નિગમમાં તેજીની સર્કિટ: રેલ વિકાસ નિગમ આજે ઇન્ટ્રા-ડે 23.70ની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયા બાદ છેલ્લે 19.75 ટકાના ઉછાળા સાથે રૂ. 23.65 બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 19ની ઇશ્યૂ પ્રાઇસ રાખી હતી. તે જોતાં ઇશ્યૂમાં લાંબાગાળા માટે રોકનારા રોકાણકારો ગેલમાં આવ્યા છે.

અદાણી પાવર| સીઇઆરસીએ કંપનીને રેટ વધારા માટે આપેલી મંજૂરીના અહેવાલો પાછળ શેર આજે 3.12 ટકાના ઉછાળા સાથે રૂ. 54.60ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે 55.20 થઇ ગયો હતો.

ફોલિંગ વેજ પેટર્ન 11761ની ટોચ તરફ આગેકૂચનો સંકેત
માર્કેટ અવરલી ચાર્ટ ઉપર ફોલિંગ વેજ પેટર્નમાંથી બ્રેકઆઉટ દર્શાવે છે. જે સંકેત આપે છે કે, નિફ્ટી તેની 11761 પોઇન્ટની જૂની ટોચ તરફ આગેકૂચ જાળવી રાખશે. છતાં માર્કેટ વોલેટિલિટી જોતાં નીચામાં નિફ્ટી 11663 અને ત્યારબાદ 11629 પોન્ટ સુધીના ટેકાના લેવલ સુધી ઘટવાની પણ શક્યતા રહેલી છે. સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગ

ટીસીએસ એન્ડ ઇન્ફોસિસ
વિગત ટીસીએસ ઇનફોસિસ

છેલ્લો 2013.75 747.85

ખુલી 2071.00 725.00

વધી 2115.00 732.00

ઘટી 2041.05 713.70

તફાવત 4.78% -2.83%

MCap* 7.92 3.17

*આંકડા રૂ. લાખ કરોડ

અન્ય સમાચારો પણ છે...