તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વ. તારક મહેતા સહિત 9 સામે નાટક મુદ્દે એટ્રોસિટીની ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
’એક મુરખને એવી ટેવ’ નાટકના લેખક સ્વ. તારક મહેતા તથા ડાયરેક્ટર સહિત નવ સામે નિકોલમાં રહેતા એક યુવકે એટ્રોસિટી એક્ટ હેઠળ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નિકોલના રશ્મિકાંત પરમારની ફરિયાદ અનુસાર 22 જુલાઈ 2019ના તેઓ યુટ્યુબ પર સેમારુ ચેનલમાં ’એક મુરખને એવી ટેવ’ નામનુ ગુજરાતી નાટક જોઈ રહ્યા હતા. ત્યારે નાટક શરૂ થયાની બે મિનિટ તેર સેકન્ડે નાટકમાં અભિનય કરનાર અભિનેત્રી અનુરાધા કાનાબારે ડાયલોગમાં જાતિવિષયક અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. જાતિ વિષયક અપશબ્દ સાંભળીને તેમની તથા તેમના સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

આ મામલે ડીસીપી (ઝોન-5) રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, તારક મહેતાનું નિધન થયુ હોવાથી પોલીસ આ કેસમાં તેમની સામે આ કેસમાં સી સમરી ભરવામાં આવશે.

પોલીસ ફરિયાદમાં આ લોકોનો સમાવેશ
ફરિયાદમાં આરોપી તરીકે એક મુરખને એવી ટેવ નાટકના લેખક તારક મહેતા, ડાયરેક્ટર ભરતભાઈ શ્રોફ, કલાકાર મુકેશ રાવલ, સંતુ રાજડા, મનીષ મહેતા, ચિરાગ આચાર્ય, વિમલ ઉપાધ્યાય, જિતુભાઈ મહેતા, અનુરાધા કાનાબાર તથા આ નાટકને મંજુરી આપનાર અધિકારીઓની સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો