પીજી મેડિકલની 1158 અને પીજી ડેન્ટલની 199 બેઠક પર સીટ એલોટમેન્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડેન્ટલની બેઠકો પરના સીટ એલોટમેન્ટની શુક્રવારે જાહેરાત કરી છે, જે મુજબ પીજી મેડિકલની 1158 બેઠક તેમજ પીજી ડેન્ટલની 199 બેઠક પર સીટ એલોટમેન્ટ કરાયું છે. વિદ્યાર્થીઓ બેન્કની નિર્ધારિત 33 શાખા પર રોકડ રકમ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ થકી આઠમી એપ્રિલથી 11મી એપ્રિલ દરમિયાન ફી ભરી શકશે. જ્યારે પાંચમી એપ્રિલથી 11મી એપ્રિલ દરમિયાન ઓનલાઈન ટ્યૂશન ફી ભરી શકશે. પીજી મેડિકલમાં 34 બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી, બીજી તરફ પીજી ડેન્ટલમાં 19 બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...