સિઝનલ બિઝનેસ એટલે ‘સમર વર્કશોપ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનું વેકેશન એટલે ‘સમર વર્કશોપ ટાઈમ.સ્કૂલ એજ્યુકેશનની સાથે વાલીઓ પોતાના સંતાન અન્ય ક્ષેત્રેમાં પણ પારંગત બને તેવા હેતુથી સંતાનને સમર વર્કશોપમાં મોકલતા હોય છે.જેનાથી સિટીમાં સમર વર્કશોપ એક સિઝનલ બિઝનેસ બનીને બહાર આવ્યો છે.

સિટી ભાસ્કરે શહેરની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ,એનજીઓ અને અન્ય પ્રાઈવેટ સંસ્થાઓમાં પાસેથી લીધેલા ડેટા મુજબ શહેરમાં આ વર્ષે કુલ નાના મોટા એમ 144 સમર વર્કશોપ ચાલી કે યોજાઈ રહ્યા છે. શહેરની પ્રિમિયર ઈન્સ્ટિટ્યૂટ અને કોલેજમાં યોજાતા સમર વર્કશોપમાં વિદ્યાર્થીઓ વધારે જઈ રહ્યા છે.અમદાવાદના સમર વર્કશોપના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને બોમ્બે-હાઈફાઈ વર્કશોપમાં વિદેશથી પણ એક્સપર્ટ બોલાવીને પેરેન્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

વાલીએ કહ્યું: સ્કૂલ નથી શીખવતી એટલે સમર વર્કશોપ
નિધિ શ્રીમ, પેરેન્ટ્સ

 બાળકને જે વસ્તુ સ્કૂલમાં શીખવામાં નથી આવતી તે વસ્તુ શીખી શકે બીજું કે તેને ગમતી એક્ટિવિટીમાં મોકલવાથી તેનું માઈન્ડ રિ-ફ્રેશ રહે છે.જેથી તેનો આખા વર્ષનો સ્ટડીનો સ્ટ્રેસ દુર થઈ જાય છે.આથી હું મારા બાળકને સમર વર્કશોપમાં લઈ જાવ છું.

આયોજકોએ કહ્યું: થોડા સમયમાં સ્કૂલ પણ શરૂ કરશે
પલક પંડ્યા, વર્કશોપના આયોજક

 સમર એટલે આર્ટિસ્ટ માટે પોતાનું આર્ટ લોકો સુધી પહોંચાડવાનો બેસ્ટ ટાઈમ. આ સાથે બાળકો માટે પણ આ બેસ્ટ ટાઈમ છે કે તેઓ સ્કૂલ સિવાય પોતાને રસ હોય તેવી વસ્તુ શીખી શકે.અમદાવાદમાં ધીરે ધીરે સમર વર્કશોપ ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. હવે આવનારા સમયમાં સ્કૂલો પણ સમર વર્કશોપ ચાલુ કરી દેશે.

ટોપ 5 ટ્રેન્ડિંગ વર્કશોપ
1 ડાન્સ, 2 પેઈન્ટિંગ, 3 ડ્રામા

4 સ્પોર્ટસ, 5 સાયન્સ એન્ડ ક્રિએટિવ લર્નિંગ આ સિવાય પણ ઘણા પ્રકારના વર્કશોપ યોજાય છે.

સમર વર્કશોપનું ફીનું ધોરણ
એક દિવસીય વર્કશોપ 250થી લઈને 800 રૂપિયા

એક અઠવાડિયાનો વર્કશોપ 1200થી લઈને 5 હજાર

10 દિવસનો વર્કશોપ 1 હજારથી લઈને 8500

15 દિવસીય વર્કશોપ 3 હજારથી લઈને 12 હજાર

20 દિવસીય વર્કશોપ 5 હજારથી લઈને 15 હજાર સુધી

વાલીઓમાં ટ્રેન્ડિંગ છે ઈગ્લિશ-કૂકિંગ ક્લાસિસ
સમર વર્કશોપ માત્ર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે હોય છે પરંતુ આ સમરમાં બાળકોની સાથે વાલીઓ પણ સમર વેકેશનનો લાભ લઈ રહ્યા છે.ખાસ કરીને ઈંગ્લિશ મીડિયમમાં સંતાન ભણતુ હોવાથી વાલીઓને અંગ્રેજી ભાષા શીખવાની જરૂયાત ઉભી થઈ છે.જેના કારણે સમરમાં વાલીઓ માટેના ઈંગ્લિશ ક્લાસિસ ધમધમી રહ્યા છે. અંગ્રેજી ભાષાના ક્લાસિસ સાથે કૂકિંગ ક્લાસિસ પણ આ વખતે વાલીઓમાં ટ્રેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...