તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Schools Will Not Be Able To Charge An Additional Fee Until The Zone Frc Reviews 054533

ઝોન FRC સમીક્ષા ન કરે ત્યાં સુધી સ્કૂલો વધારાની ફી લઈ શકશે નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિરુદ્ધસિંહ પરમાર | અમદાવાદ

સ્ટેટ એફઆરસીએ અમદાવાદ ઝોનની વધુ 12 સ્કૂલનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 6 સ્કૂલની અરજીને ઝોન એફઆરસીને રિવ્યૂ માટે પરત મોકલી છે. જ્યારે 3 સ્કૂલોની અરજી ફગાવાઈ અને 3 સ્કૂલની અરજી પેન્ડિંગ છે. ઝોન એફઆરસીએ નક્કી કરેલી ફી સામે સ્કૂલો સ્ટેટ એફઆરસીમાં અરજી કરી શકે છે. જો સ્ટેટ એફઆરસીને સ્કૂલોની રજૂઆત અને દસ્તાવેજો યોગ્ય લાગે તો સ્કૂલને ઝોનમાં ફરી રિવ્યૂ માટે મોકલવામાં આવે છે. ઝોન એફઆરસી જ્યાં સુધી સ્કૂલોનું રિવ્યૂ કરીને નવો ફાઇનલ ઓર્ડર ન કરે ત્યાં સુધી જૂના ફાઇનલ ઓર્ડરને જ માન્ય રાખીને ફી ઉઘરાવી શકશે. સ્કૂલ પોતાનો કેસ પેન્ડિંગ હોવાનું કહીને કોઇ અન્ય ફી ઉઘરાવી શકશે નહીં.

આ સ્કૂલોની અરજી પેન્ડિંગ
આનંદ નિકેતન, મણિનગર અમદાવાદ ઇન્ટરનેશનલ, બોડકદેવ ચૈતન્ય સ્કૂલ, ગાંધીનગર

આ સ્કૂલોની અરજી પર રિવ્યૂ
ત્રિપદા સિંગાપોર એકલવ્ય શાંતિ એશિયાટિક, બોપલ અને વસ્ત્રાલ જે.જી. ઇન્ટરનેશનલ, સોલા એશિયા ઇંગ્લિશ સ્કૂલ.

આ અરજી ફગાવી દેવાઈ
એજ્યુનોવા સાયન્સ, મણિનગર એ-વન સ્કૂલ, મેમનગર એ-વન સ્કૂલ, સેટેલાઇટ

ગ્લોબલ સ્કૂલમાં શરતી પ્રવેશ
ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોને શરતી એડમિશન આપશે. સ્કૂલે બાળકોને આ માટેના ફોર્મ પણ મોકલી આપ્યાં છે. ફોર્મમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 7 દિવસમાં વાલીઓ તફાવતની રકમ નહીં ભર તો બાળકોનું એડમિશન ઓટોમેટિક રદ ગણાશે.

અન્ય સમાચારો પણ છે...