• Gujarati News
  • National
  • Ahmedabad News Schools Will Be Closed Because The Mercury Exceeds 45 Degrees Construction Sites Will Be Closed From 12 To 5 In The Afternoon 054611

ગરમીનો પારો 45 ડિગ્રી વટાવે એટલે સ્કૂલો બંધ કરાવી દેવાશે, બાંધકામ સાઈટો બપોરે 12થી 5 ફરજિયાત બંધ રાખવી પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે હિટ વેવ એકશન પ્લાન અંગેની સમીક્ષા બેઠક મ્યુનિ.કમિશનર વિજય નેહરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દર વર્ષે નાગરિકો માટે માત્ર એડવાઈઝરી જ ઈશ્યૂ કરવામાં આવે છે તે પૂરતુ સિમિત નહીં રહેવા હેલ્થ વિભાગને તાકીદ કરી હતી અને સૂચના આપી હતી કે, હિટવેવ એકશન પ્લાન અંતર્ગત પગલાં વિશે નવેસરથી વિચારી તેની અમલવારી શરૂ કરો. જયારે ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર હોય અર્થાત રેડ એલર્ટ આપવામાં આવે ત્યારે માત્ર એડવાઈઝરી ઈસ્યુ નહીં કરતા કોર્પોરેશન દ્વારા હાઈ રિસ્ક એરીયામાં પૂરતુ પીવાનુ પાણી સપ્લાય કરે. જેમાં ખાસ કરીને,એએમટીએસ સ્ટેન્ડ, એસ.ટી સ્ટેન્ડ સહિત જયાં પબ્લિકની ખૂબ જ અવરજવર હોય ત્યાં પૂરતુ પાણી કોર્પોરેશન જ પહોંચાડે તેવુ આયોજન કરો. આ મિટિંગમાં બીજો મુદ્દો એ પણ ચર્ચાયો હતો કે, હવામાન વિભાગ તરફથી એલર્ટનો સંદેશો પણ મોડો મળે છે અને તેના આધારે એડવાઈઝરી ઈસ્યુ કરવામાં આવે છે. અગાઉ ખાનગી યુનિવર્સિટી તરફથી વહેલુ એલર્ટ મળી જતા તંત્ર પહેલેથી જ તકેદારીના પગલાં ભરી શકતું હતું.

ગરમીથી રાહત માટે ઝૂમાં પ્રાણીઓ પર પાણીનો છંટકાવ
શહેરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 41.4 ડિગ્રીની આસપાસ રહેતા કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કૂલર મૂકવા ઉપરાંત પાણીનો છંટકાવ કરાયો હતો.

લોકોની વધુ અવરજવર ધરાવતા વિસ્તારમાં મ્યુનિ. પાણી આપશે
યલો એલર્ટ |41.1 થી 43 ડિગ્રી

અમદાવાદમાં યલો એલર્ટ અર્થાત 41 થી 43 ડિગ્રી ગરમી સામાન્ય છે. મ્યુનિ.ની મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ એલર્ટ આપવામાં આવે ત્યારે માત્ર નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવશે. અને ગરમીથી બચવા શું કરવું તે કહેવાશે.

પવનની દિશા બદલાતાં ગરમીમાંથી રાહતના સંકેત
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તર પશ્ચિમી સૂકા પવનની અસર હેઠળ હિટવેવના કારણે દિવસ દરમિયાન લોકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે શુક્રવારથી પવનની દિશા બદલાવાની સાથે મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. શનિવારે અને ત્યારબાદ 4-5 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઓરેન્જ એલર્ટ | 43.1 થી 44.9

ગરમીનો પારો 43.1 ડિગ્રી થી 44.9 ડિગ્રીની વચ્ચે હશે ત્યારે કોર્પોરેશન હાઈ રિસ્ક એરિયામાં પીવાનું પાણી પુરું પાડશે. સામાન્ય દિવસો કરતા પરબની સંખ્યા વધારાશે ઉપરાંત સંસ્થાઓને સાથે રાખી છાશનું વિતરણ કરવામાં આવશે.

રેડ એલર્ટ | 45 કે તેથી વધુ

જયારે ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુ હોય ત્યારે શહેરની તમામ બાંધકામ સાઈટો બપોરે બાર થી પાંચ વાગ્યા દરમિયાન ફરજિયાત બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓને પણ આ દિવસે બંધ કરાવવા સુધીનો વિચારણા કરાશે.

હિટવેવથી 5 વર્ષમાં 39 મોત
વર્ષ કેસ મૃત્યુ

2014 57 11

2015 23 8

2016 99 15

2017 33 02

2018 26 03

છેલ્લાં 5 વર્ષ દરમિયાન શહેરમાં હિટવેવથી કુલ 39 લોકોનાં મૃત્યુ થયા છે. સૌથી વધુ મોત 2016માં 15નાં અને 2014માં 11 નોંધાયા હતા. એક્શન પ્લાનથી આ સંખ્યામાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...