તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલો 31મી ઓક્ટોબર સુધીની ખાલી જગ્યાની સ્થિતિ જણાવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર| અમદાવાદ

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં થનારી શિક્ષકોની ભરતી મુદ્દે સ્કૂલોને 31 ઓક્ટોબરે ખાલી જગ્યાની સ્થિતિ ધ્યાને લેવાની સૂચના શિક્ષણ વિભાગે આપી છે. આ પહેલા શિક્ષણ વિભાગે દરેક સ્કૂલો પાસેથી 16 ઓગસ્ટે સ્કૂલના શિક્ષકોની ખાલી જગ્યાની સ્થિતિ પ્રમાણે આંકડા મગાવ્યા હતા.

શિક્ષકોની ભરતીની પ્રક્રિયા સંદર્ભે દરેક જિલ્લાના રોસ્ટર પ્રમાણિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જિલ્લા પ્રમાણે અનામત સીટો અને વિષયોની ખાલી જગ્યા પ્રમાણેના આંકડા મગાવાયા હતા, પરંતુ આ તમામ માહિતી 16 ઓગસ્ટની સ્થિતિએ મગાવી હતી. એટલે કે 16 ઓગસ્ટે સ્કૂલમાં શિક્ષકોની ખાલી જગ્યા હોય તે માહિતી અાપવા જણાવ્યું હતું, પરંતુ ઘણા શિક્ષકો આગામી 31 ઓક્ટોબરે રિટાયર્ડ થતા હોવાથી સ્કૂલોમાં ખાલી જગ્યાની સંખ્યાની સમસ્યા ઊભી થઇ શકે તેમ હતી.

આથી શિક્ષણ વિભાગે ફરી 31 ઓક્ટોબરની સ્થિતિને ધ્યાને લેવા જણાવ્યું છે, જેથી આ સમય મર્યાદા સુધીમાં સ્કૂલમાંથી જે શિક્ષકો રિટાયર્ડ થવાના છે તેઓની જગ્યા પણ ખાલી દર્શાવીને તેમના સ્થાને સ્કૂલો શિક્ષકોની માગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...