તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Scheme For Raising Wheat And Rice Support Despite The Dollar Support Downward Trend 025012

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉં-ડાંગરના ટેકાના ભાવમાં વધારો કરવા યોજના: ડોલરનો સપોર્ટ છતાં મંદીનો ટ્રેન્ડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ | દિલ્હી સરકાર સ્વામિનાથન સમિતિની રિપોર્ટને વાસ્તવિક બનાવવાની અને ખેડૂતોને ઉચ્ચત્તમ લઘુતમ સપોર્ટ ભાવ (એમએસપી) ઓફર કરવા માંગે છે. પ્રસ્તાવિત મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના હેઠળ એમએસપી ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકા વધુ હશે. ઘઉં માટે 2616 પ્રતિ ક્વિન્ટલ અને ડાંગર માટે 2667 પ્રતિ ક્વિન્ટલ હોવી જોઇએ. નિકાસ અભાવે ભાવ સપાટી નરમ રહી છે.

કેન્દ્ર સરકારના ખાંડના 50 લાખ ટન નિકાસ ટાર્ગેટમાંથી 20 લાખ ટનના સોદા સંપન્ન
હાલના ટેકાના ભાવ કેન્દ્રના ટેકાના ભાવ કરતાં ઘઉં માટે 776 પ્રતિ ક્વિન્ટલ અને ડાંગર માટે 897 પ્રતિ ક્વિન્ટલ વધુ છે. જો ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે તો સરકાર માટે 96.38 કરોડની વધારાની જવાબદારી ઊભી થઇ શકે છે. જેનાથી સરેરાશ 20000 ખેડૂતોને લાભ થશે.

ખાંડ નિકાસના 50 લાખ ટન લક્ષ્યાંક સામે 20 લાખ ટનના સોદા સંપન્ન

દેશમાં ખાંડના ઉત્પાદનમાં કાપ છતાં ભાવને સપોર્ટ ન મળતો હોવાથી સરકારે 50 લાખ ટન ખાંડની નિકાસનો લક્ષ્યાંક મુક્યો છે જેમાંથી મિલો દ્વારા સપ્ટેમ્બરથી શરૂ થયેલી સિઝનના અત્યાર સુધીમાં 18-20 લાખ ટનના વેપારો સંપન્ન થઇ ચૂક્યા છે. ઇસ્મા ના ડિરેક્ટર જનરલ અબીનાશ વર્માએ જણાવ્યું કે, કુલ કોન્ટ્રેક્ટ્સમાંથી આશરે 8-10 લાખ ટન માલોના શિપમેન્ટ થઇ ચૂક્યા છે. મિલોએ અંદાજે 18-20 લાખ ટન ખાંડની નિકાસ માટે કરાર કર્યો છે. મોટેભાગે કાચી ખાંડના શ્રીલંકા, બાંગ્લાદેશ, મધ્ય-પૂર્વ અને કેટલાક આફ્રિકન દેશોમાં નિકાસ વેપારો થયા છે.

ઇન્ડિયન સુગર એક્ઝિમ કોર્પોરેશન લિ. ના એમડી અને સીઈઓ અધીર ઝાએ જણાવ્યું કે તેણે મિલો દ્વારા 2018-19માં 2 લાખ ટનની નિકાસ કરી છે અને ઇરાનને ખાંડની નિકાસ કરવાની શક્યતા ચકાસી રહી છે.

ઇન્ડોનેશિયામાં પામતેલનું ઉત્પાદન 8 ટકા ઘટ્યું
ઇન્ડોનેશિયામાં પામઓઇલનું ઉત્પાદન જાન્યુઆરીમાં ખાધ્યતેલોના ઉત્પાદન સાયકલની સરખામણીમાં જાન્યુઆરીમાં ઘટ્યું હતું સામે નિકાસમાં વૃદ્ધિ થઇ છે. પામતેલનું ઉત્પાદન જાન્યુઆરીમાં 3.90 મિલિયન ટનથી જાન્યુઆરીમાં 7.7 ટકા ઘટીને 3.60 મિલિયન ટન થયું છે. જ્યારે નિકાસ ડિસેમ્બરમાં 2.90 મિલિયન ટનની તુલનાએ જાન્યુઆરીમાં 3.04 મિલિયન ટનની નિકાસ થઈ હતી. પામ ઓઇલનો સ્થાનિક વપરાશ જાન્યુઆરીમાં 1.18 મિલિયન ટન રહેવાનો અંદાજ હતો જે એક મહિના અગાઉ 1.38 મિલિયન ટન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો