તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Sc Category Youth To Be Trained In Military Recruitment In May Apply By March 31 055026

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SC કેટેગરીના યુવાનોને મેમાં લશ્કરી ભરતીની તાલીમ અપાશે, 31 માર્ચ સુધી અરજી કરી શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જનરલ કેટેગરીના યુવાનોને તાલીમ વર્ગમાં રૂ. 100નું સ્ટાઇપેન્ડ

રોજગાર કચેરી ખાતે જનરલ કેટેગરી માટે પણ લશ્કરી ભરતી પૂર્વેના બે તાલીમ વર્ગ થશે. જેના માટે ધો. 10માં 50 ટકા સાથે પાસ, સાડા સત્તર વર્ષથી 20 વર્ષની અંદરની ઉંમર ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. એનસીસી સર્ટિફિકેટ હોલ્ડરને પ્રાથમિકતા અપાશે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે અમદાવાદ રોજગાર કચેરીમાં 31 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારને તાલીમ વર્ગ દરમિયાન પ્રતિ દિવસ રૂ. 100નું સ્ટાઈપેન્ડ અપાશે.

તાલીમ વર્ગમાં ભાગ લેવાના ફોર્મ અસારવાથી મળશે

તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોને અસારવામાં બહુમાળી ભવનમાં આવેલી મદદનીશ નિયામક રોજગાર કચેરી ખાતેથી વિનામુલ્યે ફોર્મ મેળવી શકશે.

અમદાવાદ | અમદાવાદ રોજગાર કચેરી કચેરી દ્વારા અવારનવાર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેવામાં મે મહિનામાં એસસી કેટેગરીના યુવાનો માટે પણ લશ્કરી ભરત તાલીમ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે. પ્રાઈમરી સિલેક્ટ થયેલા ઉમેદવારોને એક મહિના માટે રહેવા, જમવા સાથે અભ્યાસ, લેખિત પરીક્ષા વગેરેની તાલીમ આપવામાં આવશે.

અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા સહિતના જિલ્લાના યુવાનો ભાગ લઈ શકશે

અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાના એસસી કેટેગરીના યુવાનો માટે લશ્કરી ભરતી તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાશે. અમદાવાદની મદદનીશ નિયામક રોજગાર કચેરીએ મે મહિનામાં અનુસુચિત જાતિના યુવાનોને માટે લશ્કરી ભરતી પૂર્વે એક તાલીમ વર્ગનું આયોજન કર્યું છે, જેમાં સોલ્જર જનરલ ડ્યુટીની પોસ્ટ પર નોકરી મેળવવા માટે જરૂરી તમામ બાબતોની તાલીમ ઉમેદવારોને આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા એસસી કેટેગરીના ઉમેદવારોએ 31 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે. સાડા સત્તર વર્ષથી 20 વર્ષ સુધીના ધો. 10માં 50 ટકા મેળવ્યા હોય અને જેમની ઊંચાઈ 168 સેન્ટિમીટર હોય, છાતી 77થી 82 સેન્ટિમીટર હોય, 1600 મીટરની દોડ 6 મિનીટ, દસ સેકન્ડમાં પૂર્ણ કરી શકતા હોય તેવા એસસી કેટેગરીના ફક્ત પુરુષ ઉમેદવારોનું પ્રાઈમરી સિલેક્ટ કરી યોગ્ય જણાય તેવા ઉમેદવારોને નિ:શુલ્ક એક મહીના માટે રહેવા,જમવા સાથે અભ્યાસ, શારીરિક ક્ષમતા, લેખિત પરીક્ષા પાસ કરવા માટેની તાલીમ આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો