તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Sarkhej Attacked The Wife39s Molestation Husband With A Reprimand Pipe Attack 020057

સરખેજમાં પત્નીની છેડતી કરનારાને પતિએ ઠપકો આપતા પાઇપથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરખેજમાં રહેતી યુવતીની છેડતી કરવા બદલ ઠપકો આપનારા પતિ અને સ્થાનિકો પર લોખંડની પાઇપ વડે હુમલો કરનારા બે યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતી શનિવારે સાંજે રેલવે લાઇન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બે યુવકોએ તેનો હાથ પકડી છેડતી કરી. યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો અને યુવતીનો પતિ સહિતના લોકો દોડી આવ્યા હતા. જોકે બંને યુવકો યુવતી અને તેના પતિ પર લોખંડની પાઈપ વડે હુમલો કરીને બાવળની ઝાડીમાંથી નાસી છૂટ્યા હતા.

સરખેજમાં રહેતી પિન્કી શનિવારે સાંજે નજીકમાં રહેતી 8 વર્ષની બાળકી સાથે ઘર નજીકની રેલવે લાઇન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બે યુવકો ત્યાં આવ્યા હતા, યુવકે પિન્કીનો હાથ પકડી લીધો હતો. આથી પિન્કીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નજીકમાં રહેતા ગુજ્જુભાઈ દોડી આવતા બંને યુવકોએ લોખંડની પાઇપ મારી હતી, પરંતુ તેઓ બાજુમાં ખસી જતા પિન્કીના માથામાં વાગી હતી. આ ઝપાઝપી દરમિયાન બૂમાબૂમ થતાં પિન્કીનો પતિ અને અન્ય લોકો આવી પહોંચ્યા હતા.

બીજી તરફ ભેગા થયેલા લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતા પોલીસની ગાડી આવતી જોઈને બંને યુવકો નાસી ગયા હતા. જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત પિન્કી અને તેના પતિને હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે પિન્કીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(યુવતીનું નામ બદલ્યું છે)

અન્ય સમાચારો પણ છે...