તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV ન હોવા છતાં સાણંદની સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવાયું!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

બોર્ડ દ્વારા અમદાવાદ ગ્રામ્યમાં આવતા સાણંદની સરકારી મોડલ સ્કૂલમાં સીસીટીવી ન હોવા છતાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવા મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે. જ્યારે કે અધિકારીઓની મતે સરકારી મોડલ સ્કૂલમાં માત્ર એક જ પેપર લેવામાં આવશે.

બોર્ડે નવા કેન્દ્રોમાં ઓડિયોની સાથે વીડિયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કર્યા છે. તેમ છતાં પણ ઘણા કેન્દ્રોમાં સીસીટીવીની સુવિધા પણ ન હોવા છતાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા સીસીટીવીના મુદ્દે દરેક સ્કૂલોને પરિપત્ર કરીને જાણ કરાઇ હતી કે બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલોએ ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ જમા કરાવવા ફરજિયાત છે. આ અંગે ગ્રામ્ય ડીઇઓ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, સાણંદની જે સ્કૂલમાં સીસીટીવીની ફેસિલિટી નથી ત્યાં પરીક્ષા પહેલા તમામ સિસ્ટમને કાર્યરત કરાશે. આ મોડલ સ્કૂલમાં માત્ર એક જ પેપર લેવાવવામાં આ‌વનાર છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં એકપણ સ્કૂલ એવી નથી કે જ્યાં સીસીટીવીની ફેસિલિટી ન હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો