તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની છપ્પનની છાતીને સલામ: મોરારિ બાપુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાત્મા ગાંધીજીના 150મા જન્મ જયંતી વર્ષ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કસ્તુરબાના સ્મરણમાં નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી આયોજિત માનસ નવજીવન રામકથાના પાંચમા દિવસે સભા મંડપમાં ઉપસ્થિત સૌને રામકથાનું રસપાન કરાવતા પૂ. મોરારિ બાપુએ કહ્યું કે, મારે રાજીપો કહેવો છે. વાયુસેનાની છપ્પનની છાતીને મારી સલામ. સૌના સુખ માટે, 130 કરોડની જનતા માટે જેણે નિર્ણય લીધો તે બધાની છપ્પનની છાતીને સલામ. આખા ભારતની છપ્પનની છાતીને વ્યાસપીઠની સલામ. જવાનોને ખૂબ ખૂબ સલામ. જે વીરો આપણા ગયા તેમના આત્માને પ્રસન્નતા થશે. દેશમાં બધા રાજી થયા. એક મહાપુરુષના સ્મરણમાં આ કથા ચાલે છે ત્યારે તેમાં થોડી વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી વધાવું છું.

રામકથા મંડપમાં ઉપસ્થિત સૌ ભાવિકોને અપીલ કરતા તેમ જ વિશેષ રીતે યુવાનોને હાકલ કરતા બાપુએ કહ્યું કે, સત્ય માટે હંમેશા આપણા દરવાજા ખુલ્લા રાખવા. પૂ. બાપુએ ભારપૂર્વક એમ પણ કહ્યું કે, બુદ્ધ પુરુષ પાસે જૂઠું ન બોલવું, કોઈ ચતુરાઈ ન કરવી. બુદ્ધ પુરુષ કરુણાને લીધે છેતરાઈ જશે, પણ બીજાની જોડે છેતરાઈ જઈએ તેમાં બ્રહ્માંડનો આનંદ હોય છે. બાપુએ વધુમાં કહ્યું કે, સહજ અને નિર્દોષ ભાવ જેનામાં હોય તે બુદ્ધ પુરુષનું લક્ષણ છે. ગાંધીજીએ આ સત્ય સંસ્કૃતિને જીવિત કરી, પ્રવાહિત કરી અને જનમાનસમાં પ્રસ્થાપિત કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો