તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ryan And Maithili Won The Bronze Medal In The National Championships 055016

નેશનલ ચેમ્પિયનશિપમાં રિયાન અને મૈથિલીને બ્રોન્ઝ મેડલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાટે એસોસિએશન ઓફ ઈન્ડિયા (કાઈ) દ્વારા સબ જુનિયર અને સીનિયર કેટેગરીની નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કાતા અને કુમિતે ઈવેન્ટમાં દરેક રાજ્યના વિનર્સ રહેલા ખેલાડીઓની પસદંગી થઈ હતી. આ સ્પર્ધામાં અમદાવાદની શીતોરિયુ એકેડમી તરફથી સબ જુનિયર બોયઝ કુમિતે ઈવેન્ટમાં 13 વર્ષ અને 45 કિ.ગ્રા. વજનવર્ગ કેટેગરીમાં રિયાન મેકવાન (સેંટ જેવિયર્સ સ્કૂલ, લોયેલા)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સબ જુનિયર્સ ગર્લ્સ કુમિતે ઈવેન્ટમાં 11 વર્ષ અને 35 કિ.ગ્રા. માં મૈથિલી ગોહિલ (ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાલ)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને ખેલાડીઓને કોચિંગ અને ટેક્નિકલ માર્ગદર્શન હૃદય ભટ્ટ, જુજારસિંહ વાઘેલા, દેવલ ભટ્ટ અને રજત ગોહિલએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...