• Gujarati News
  • National
  • Ahmedabad News Russia First Launched A Military Base On Arctic Deployed A Missile 054634

રશિયા પ્રથમ દેશ જેણે આર્કટિક પર સૈન્ય બેઝ સ્થાપ્યું, મિસાઈલ તહેનાત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવેર્ની ક્લિવર સૈન્ય મથક(રશિયા) | રશિયા ઉત્તર ધ્રુવ પર હાજર આર્કટિક સાગર ક્ષેત્રમાં પોતાની દાવેદારી માંડવા માટે સૈન્ય મથકને મજબૂત કરવામાં લાગી ગયું છે. તેની તૈયારીની માહિતી ગુરુવારે સામે આવેલી તસવીરોથી ખબર પડી. 1.4 લાખ કરોડ ચો.કિમીમાં ફેલાયેલા આર્કટિક સાગરના 12 લાખ કિમી ક્ષેત્ર પર પોતાના અધિકારનો દાવો કરતાં તેણે ત્યાં પાંચ વર્ષ પહેલા બેઝ સ્થાિપત કર્યુ હતું. ત્યાં તેના 250 સૈનિક તહેનાત છે. આ ધ્રૂવીય ક્ષેત્ર પર પોતાની પકજ મજબૂત રાખી તે એવો પ્રથમ દેશ બની ગયો છે જેણે સૈન્યમથક પર મિસાઈલ લોન્ચર, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તહેનાત કરી છે. સેવેર્ની ક્લિવર નામનું આ સૈન્યમથક રશિયાના રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું છે. મથકને એ રીતે બનાવાયો છે કે સૈનિકો રોડ પર ફર્યા વિના તેના બધા કેન્દ્રો સુધી પહોંચીશ કે કેમ કે શિયાળામાં તાપમાન શૂન્યથી 50 ડિગ્રી નીચે પહોંચી જાય છે. ખનિજ સંપન્ન હોવાથી આ ક્ષેત્ર પર અમેરિકા, કેનેડા, ડેનમાર્ક અને નોર્વેની પણ નજર છે. અમેરિકાએ તો તેની વિદેશનીતિની પ્રાથમિકતામાં રાખ્યો છે. તેને રશિયાની સાથે ચીનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

¾, અમદાવાદ, રવિવાર, 7 એપ્રિલ, 2019

ઓઈલ-ગેસના ભંડારની કિંમત લગભગ 2 હજાર લાખ કરોડ
અંદાજ છે કે પૃથ્વી પર જેટલા પણ ઓઈલ-ગેસ ભંડારની જાણ થઇ છે તેમાંથી એક ચતૃથાંસ તો આર્કટિકના બરફમાં દટાયેલો છે. તેની કિંમત લગભગ 2 હજાર લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. રશિયા આ ધ્રૂવના બરફના પીગળ્યા બાદ તેને કાઢવાની યોજના બનાવી રહ્યું છે. આર્કટિકના બીજા દેશ પણ એવું જ ઈચ્છે છે.

આર્કટિક સાગરથી રશિયાની અડધી તટિય સરહદ જોડાયેલી
રશિયાનું સંસાધન સંપન્ન આર્કટિક ક્ષેત્રમાં દાવો એટલા માટે પણ મજબૂત થઈ રહ્યો છે કેમ કે તેની અડધી તટીય સરહદ તેની સાથે જોડાયેલી છે. ગત વર્ષે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેને રશિયાનું ભવિષ્ય બનાવનાર ક્ષેત્ર કહ્યું હતું. પુટિન ઈચ્છે છે કે આર્કટિક સાગર એશિયા માટે નવો વૈકલ્પિક માર્ગ બને.

18

અન્ય સમાચારો પણ છે...