તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામ 30 દિવસમાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓના પરિણામો 30 દિવસની અંદર જાહેર કરાશે. સાયન્સ,કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની પરીક્ષાઓ પાંચમી માર્ચથી એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે.

પરીક્ષા વિભાગે 5 માર્ચથી 18મી માર્ચ દરમિયાન પ્રથમ તબક્કામાં બીએ, બીકોમ, બીએસસીની યુજી લેવલની 1,3,5 સેમેસ્ટરની પરીક્ષા, જ્યારે પીજી લેવલની 2,4 સેમેસ્ટરની પરીક્ષા રાખી હતી. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા 19 માર્ચથી શરૂ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...