તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Reliance Industries39s Profit Increased 10 To Rs 10362 Crore Geo39s Profit Increased 65 054630

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 10% વધી 10362 કરોડ, જિયોનો નફો 65% વધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ-2019ના અંતે પુરા થતા ચોથા ત્રિમાસિક ક્વાર્ટર માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.8 ટકા વૃદ્ધિ સાથે 10362 કરોડ (રૂ.9438 કરોડ) નોંધાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરની તુલનાએ 1.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ત્રિમાસીક ગાળાનો નફો રૂા.10000 કરોડથી વધુ હોય તેવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની પહેલી કંપની છે. કંપનીની આવકો વાર્ષિક ધોરણે 19.4 ટકા વધી 154110 કરોડ (રૂા.129120 કરોડ) પહોંચી છે. જ્યારે ઇપીએસમાં 9.7 ટકાનો વધારો થઇ 17.5 રહી હતી. કંપનીનું ગ્રોસ રિ‌ફાઇનિંગ માર્જિન બેરલદીઠ 8.2 ડોલર રહ્યું છે. કંપનીનો રિટેલ બિઝનેસ 77 ટકાની વૃદ્ધિ સાથે 1923 કરોડ રહ્યો છે.

નાણાંકિય વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ આવક 44.6 ટકાની વૃદ્ધિ સાથે 622809 કરોડ (રૂા.430731 કરોડ) નોંધાઇ છે. નિકાસ વધીને 224391 કરોડ રહી છે. ઘસારા, વ્યાજ અને કર પહેલાનો નફો 30.8 ટકાની વૃદ્ધિ સાથે 83918 કરોડ (રૂા.64176 કરોડ) રહ્યો છે.

વિશ્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક્સમાં જીઓ સામેલ
રિલાયન્સ જીઓએ 300 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સને સાંકળી લીધા છે. આ ઉપરાંત ડેટા અને વોઇસ ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિ થઇ રહી છે. જિઓ નેટવર્કએ 3 એક્ઝાબાઇટ્સને આવરી લેતા વિશ્વની સૌથી મોટા મોબાઇલ નેટવર્ક્સમાં સ્થાન મેળવ્યું છે. જિયો 4 જી એલટીઈ નેટવર્ક ટૂંક સમયમાં દરેકને આવરી લેશે. ગતિશીલતા વ્યવસાયના સફળ અમલીકરણ પછી, જીયો હવે ભારતના કેટાપલ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુકેશ અંબાણી, ચેરમેન-એમડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ.

જિયોનો નફો 65% વધી 840 કરોડ
ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓનું સ્થાન સતત મજબૂત બની રહ્યું છે. 300 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સને સાંકળી લીધા છે. આ ઉપરાંત ડેટા અને વોઇસ ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિ થઇ રહી છે. કંપનીના ગ્રાહકોની સતત વધી રહેલી સંખ્યાના કારણે ચોખ્ખા નફામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઇ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
વિગત 2019 2018 તફાવત

ચોખ્ખો નફો 10362 9438 9.8%

આવક 154110 129120 19.4%

ઇપીએસ 17.5 15.9 9.7%

રિલાયન્સ જીઓ
વિગત 2019 2018 તફાવત

ચોખ્ખો નફો 840 510 64.7%

સર્વિસ વેલ્યુ 13062 8404 55.4%

ઓપ.આવક 11106 7128 55.8%

અન્ય સમાચારો પણ છે...