તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NIDમાં પ્રવેશ માટે 18મી સુધીમાં રજિસ્ટ્રેશન કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન (એનઆઈડી)એ ડિઝાઈન કોર્સિસમાં પ્રવેશ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. તેમાં પ્રવેશ માટે એનઆઈડી દ્વારા આયોજિત ડિઝાઈન એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ડેટ-2020) ક્લિયર કરવી પડશે. એનઆઈડીની વેબસાઈટ admission.nid.edu પર 18 નવેમ્બર સુધીમાં એપ્લાય કરી શકાય છે. તેનાથી દેશના 7 એનઆઈડી કેમ્પસમાં પ્રવેશ મળશે.

5 વર્ષમાં NIDમાં પ્રવેશ મેળવનારની સંખ્યા વધી
અમદાવાદ સહિત દેશના એનઆઈડી કેમ્પસમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટુડન્ટ્સના પ્રવેશ લેવાનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિમાં આ ફીલ્ડમાં રોજગારી તરફ ફોકસ કરીએ તો તેને લગતી તક પણ વધી છે. યંગસ્ટર્સ પોતાના ક્રિએટિવ આઈડિયાઝને આ ફીલ્ડમાં એપ્લાય કરે છે અને આગળ વધે છે.

આ રહેશે શેડ્યૂલ


લેટ ફી સાથે 21 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે. એડમિટ કાર્ડ 20 ડિસેમ્બર સુધીમાં જાહેર થશે.

પ્રારંભિક પ્રવેશ એક્ઝામ-29 ડિસેમ્બર 2019 અને તેનું રિઝલ્ટ 19 માર્ચ 2020

મેન એક્ઝામના એડમિટ કાર્ડ 14 એપ્રિલ 2020ના રોજ લેવાશે અને તેનું રિઝલ્ટ 28મેના રોજ આવશે.

કાઉન્સેલિંગ 5 અને 6 જૂનના રોજ થશે.

અન્ય સમાચારો પણ છે...