તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Received Money From Atms And Sent A Transaction Fee Of Rs 15 Lakh From The Bank 024641

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટીએમમાંથી પૈસા ઉપાડી ટ્રાન્ઝેક્શન ફેલનો ક્લેમ કરી બેંક પાસેથી દોઢ લાખ પડાવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એટીએમમાંથી પૈસા ઉપાડીને કૅશ ટ્રેમાં આંગળી નાખીને ચેડાં કરી ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોવાનું જણાવી બેંક પાસેથી ક્લેમ પાસ કરાવી પૈસા પડાવવાનું કૌભાંડ પકડાયું છે. એક ખાતેદારે આ રીતે 5 મહિનામાં 11 ટ્રાન્ઝેક્શનથી રૂ. 1.54 લાખ ઉપાડી લઈ તે તમામ પૈસાનો ક્લેમ બેંક પાસેથી પાસ કરાવ્યો હતો.

ચાંદખેડા ન્યૂ સીજી રોડ પર સપ્તક કોમ્પ્લેક્સમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર અનુપસિંઘે બ્રાન્ચની નજીકમાં આવેલા તેમની બેંકના એટીએમમાં જુલાઈથી નવેમ્બર સુધી મુકાયેલી કૅશનો હિસાબ મળતો ન હતો. હિસાબમાં જેટલા પૈસા ખૂટતા હતા તે પૈસા એક જ ખાતેદાર દ્વારા વારંવાર બેંકમાં ક્લેમ કરીને લેવાયાનું બહાર આવ્યું હતું. તે ખાતાની તપાસ કરતા તે સુરતના હરિપુરા શાખાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવતા હરેશ પટેલ (સુરત)નું હોવાનું જાણવા મળ્યું હતું. આથી હરેશનું સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં પણ જુલાઈ 2018થી નવેમ્બર 2018 સુધીમાં 11 ટ્રાન્ઝેક્શનથી 1.54 લાખ ઉપાડ્યાનું જાણવા મળ્યું હતું. હરેશે જ્યારે એટીએમમાં પૈસા ઉપાડ્યા હોય તે સમયના સીસીટીવી ફૂટેજ ચેક કરતા દરેક વખતે એટીએમમાંથી પૈસા ઉપાડી કૅશ ટ્રેમાં આંગળી રાખીને ચેડાં કરતો હતો. સ્લીપમાં હાર્ડવેર એરર હોવાનું જણાવીને પૈસા ન આવ્યા હોવાનું કહીને બેંકમાંથી દરેક ક્લેમના પૈસા મેળવી લીધા હતા. આ અંગે બેંક મેનેજરે હરેશ પટેલ વિરુદ્ધ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હરેશના 11 ક્લેમ પાસ થતા શંકા ગઈ
એટીએમમાં એરરથી ઘણી વખત ટ્રાન્ઝેક્શન ફેલ જતા હોય છે છતાં ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય અને ગ્રાહકને ન મળે તો બેંકમાં ક્લેમ મૂકે તો તેને પૈસા પાછા મળે છે.હરેશ સાથે 11 વખત આવું થતા અધિકારીઓને શંકા ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો