તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Rajpath Sent A Bank Complaint To The Accused In The Membership Scandal 024540

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપથમાં મેમ્બરશિપ કૌભાંડના આરોપીની બેંક ડિટેઇલ મગાવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપથ ક્લબના બોગસ મેમ્બરશિપ કૌભાંડમાં એચ.આર. વિભાગના કર્મચારી હિતેશ દેસાઇએ ડી એક્ટિવ થયેલી 38 મેમ્બરશિપ એક્ટિવ કરીને બારોબાર વેચી દીધી હતી. આ કૌભાંડમાં હિતેશે અંદાજે 8થી 9 કરોડ ઉઘરાવ્યા હોવાનો અંદાજ છે. જોકે હજુ સુધી હિતેશ પકડાયો નથી, પરંતુ હિતેશનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જજિસ બંગલા બ્રાંચમાં સેલરી એકાઉન્ટ હોવાથી પોલીસે છેલ્લા 5 વર્ષનું હિતેશનું બેંક સ્ટેટમેન્ટ મંગાવ્યંુ છે.

વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ જજિસ બંગલા બ્રાંચના એસબીઆઈના મેનેજર પાસેથી હિતેશ દેસાઇના એકાઉન્ટનું 5 વર્ષનું સ્ટેટમેન્ટ મંગાવ્યુ છે. જ્યારે હિતેશ દેસાઇની તપાસ માટે મંગળવારે વસ્ત્રાપુર પોલીસની ટીમ હિતેશના ઘરે પણ ગઇ હતી.

જ્યારે રાજપથ ક્લબના મેમ્બરશિપ કૌભાંડની તપાસમાં વસ્ત્રાપુર પોલીસે અત્યારસુધીમાં 3 ડિરેક્ટર ફેનિલ શાહ, મુકેશ ઘીયા અને જયેશ ખાંડવાલા તેમજ મેમ્બરશિપ લેનારા લોકો અને ક્લબના સ્ટાફ મેમ્બર સહિત 15 જણાંના નિવેદન લીધાં છે. મહત્વનું છે કે રાજપથ ક્લબના 30 ડિરેક્ટરમાંથી ફેનિલ શાહ, મુકેશ ઘીયા અને જયેશ ખાંડવાલા બેલોટિંગ કમિટીના સભ્ય છે. જેથી નવી મેમ્બરશિપ તેમજ ડી એક્ટિવ મેમ્બરશિપ એક્ટિવ કરવામાં આ ત્રણેયની સહી જ માન્ય ગણાય છે.

જોકે પોલીસે આ ત્રણેય ડિરેક્ટરોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે 4થી 5 મેમ્બરશિપમાં તેમની અસલ સહી છે જ્યારે બાકીની મેમ્બરશિપ ઈશ્યૂ કરવામાં હિતેશ દેસાઇએ તેમના નામની ખોટી સહીઓ કરી છે. 33થી 34 મેમ્બરશિપમાં 3 માંથી એકાદ બે ડિરેક્ટરોની જ સહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો