તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપથ કલબ મેમ્બરશિપ કૌભાંડ: આરોપી હિતેશના ખાતામાંથી માત્ર રૂ. 2700 મળ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપથ કલબની 38 મેમ્બરશીપ બારોબાર વેચી દેવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર હિતેશ દેસાઇના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટની પોલીસે તપાસ કરી હતી. જેમાં હાલમાં માત્ર રૂ.2700 બેલેન્સ છે. જો કે આ હિતેશનું સેલરી એકાઉન્ટ છે, જેમાં માસિક પગારના રૂ.15 હજાર સિવાય એક પણ મોટું ટ્રાન્જેકશન થયુ નથી. જેથી પોલીસનું એવું માનવું છે કે હિતેશે મેમ્બરશીપના પૈસા અન્ય કોઇ જગ્યાએ સગે વગે કરી દીધા છે.

રાજપથ કલબના ડિ એક્ટિવ 38 મેમ્બરની મેમ્બરશીપ બારોબાર વેચી દેવાનું કૌભાંડ તાજેતરમાં જ બહાર આવ્યુ છે. જેમાં મેમ્બરશીપ 5 લાખ થી માંડીને 30 લાખ સુધીમાં વેચવામાં આવી હતી. એક અંદાજ મુજબ આ મેમ્બરશીપ કૌભાંડમાં 8થી 9 કરોડ ઉઘરાવવામાં આવ્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા કલબના જ જનરલ મેનેજર અમિત પટેલ એ કલબના એચાર વિભાગના સર્વે સર્વા તેવા હિતેશ મહાદેવભાઇ દેસાઇ વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હિતેશ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જ્યારે આ કેસની તપાસમાં હિતેશ દેસાઇનું સેલરી એકાઉન્ટ જજીસ બંગલા ખાતેની એસબીઆઈમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ. જેના આધારે પોલીસે તેના એકાઉન્ટની ડિટેઈલ મંગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો