14થી 17 મેએ 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની વકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થતાં ગરમી વધશે, જોકે 13મી મેથી વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદમાં ગરમી ફરી 40 ડિગ્રીને પાર થશે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યાનુસાર, સોમવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 14મીથી 17મી મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ પલટાશે. આ ચાર દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 16મી મેએ આ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. જોકે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. આમ આગામી સપ્તાહે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો એકથી બે ડિગ્રી ગગડતાં વાતાવરણમાં ઠંડક અનુભવાશે.

હવામાન વિશેષજ્ઞના જણાવ્યાનુસાર, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં રાજકોટ

...અનુસંધાન પાના નં. 8

તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. આ ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડશે અને વાતાવરણ પલટાતા લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. રાજ્ય તરફ આવતાં પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.બીજી તરફ હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યનાં મુખ્ય શહેરોમાં શુક્રવારનું મહત્તમ તાપમાન 35થી 39 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી, વડોદરાનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી, સુરતનું 34.4 ડિગ્રી, રાજકોટનું 39.0 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લવ વિદ્યાનગરનું 39.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યમાં દ્વારકામાં સૌથી નીચું મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી રહ્યું હતું.

16મી મેએ ગાજવીજ સાથે વરસાદની પ્રબળ શક્યતા
ક્યાં કેટલું મહત્તમ તાપમાન?
શહેર તાપમાન

અમદાવાદ 39.5

ડીસા 37

ગાંધીનગર 39

વિદ્યાનગર 39.6

વડોદરા 37.6

સુરત 34.4

વલસાડ 32.9

અમરેલી 39

ભાવનગર 36

દ્વારકા 30.7

ઓખા 32.1

શહેર તાપમાન

પોરબંદર 32.4

રાજકોટ 39

વેરાવળ 32.5

દીવ 33.8

સુરેન્દ્રનગર 39.4

મહુવા 34.6

ભુજ 35.2

નલિયા 33

કંડલા પોર્ટ 35.3

કંડલા એરપોર્ટ 37

તાપમાન ડિગ્રીમાં

અન્ય સમાચારો પણ છે...