તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે મહિના પછી રાહુલની કારકિર્દી પૂરી: રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે, આગામી બે માસમાં રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી પૂરી થઇ જવાની છે. કોંગ્રેસ પોતાની ચિંતા કરે એ વધુ જરૂરી છે. તેમણે કોંગ્રેસના રાજીવ સાતવે વિસનગરમાં “મુખ્યમંત્રી વિજય રૂપાણી બે માસમાં બદલાઈ જવાના” એવા નિવેદન પર એવો વ્યંગ કર્યો હતો કે, “રાજીવ સાતવ ભાજપમાં આવવાના લાગે છે, ત્યારેજ તેમને ખબર કે શું થવાનું છે, એ ભાજપ ના નિર્ણય લેવા વાળા કોણ છે? ભાજપ સરકાર સૌનો સાથ, સૈાનો વિકાસની વાત લઇ આવી છે.

દેશના સંસાધનો પર તમામ નાગરીકોને સરખા માની ભાજપ સરકાર ચલાવે છે. કોંગ્રેસે મતની લાલચમાં મુસ્લિમોનો એક મશીન તરીકે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે અગાઉ અમદાવાદ એરપોર્ટ ખાતે પણ જણાવ્યું હતું કે બે મહિના વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે નહીં હોય.

બે મહિના પછી વિજય રૂપાણી રાજ્યના સીએમ નહીં હોય: રાજીવ સાતવ
અન્ય સમાચારો પણ છે...