ઈકો ગ્રીન વ્હિકલ વચ્ચે યોજાશે રેસ
અમદાવાદ: એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના ઓટોમોબાઈલ એન્ડ મિકેનિકલ વિભાગ અને એસ.ઈ.એલ.ડી.સી.ઈ ક્લબ દ્વારા 6 એપ્રિલે એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ કેમ્પસ ખાતે ઈકો ગ્રીન વ્હિકલ ચેલેન્જ અંતગર્ત ‘રેસ’નું આયોજન કરવામાં આવ્યુ છે.ઈકો ગ્રીન વ્હિકલ ચેલેન્જમાં હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 15 ટીમો ભાગ લઈને હ્યુમન પાવરનો ઉપયોગ કરીને બનાવેલા વ્હિકલ રજૂ કર્યા છે.6 એપ્રિલે આ ટીમ વચ્ચે ‘ઈન્ડ્યુરન્સ રેસ’ યોજાશે.જેમાં વ્હિકલને ટ્રેક પર દોડાવવામાં આવશે.