તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Put A Temperature Gun At The High Court Gate Treat Anyone If You Have A Fever 055148

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટના ગેટ પર ટેમ્પરેચર ગન મૂકો, કોઈને તાવ હોય તો સારવાર આપો, રાજ્યની કોઈ પણ કોર્ટમાં પક્ષકારની હાજરીનો આગ્રહ ટાળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઈરસ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે સુઓમોટો જાહેરહિતની અરજી કરી છે. હાઇકોર્ટના ઇતિહાસમાં પહેલી વખત કોઇ રોગ સામે રક્ષણ માટે કોર્ટે નિર્દેશો જારી કર્યાનો આ પહેલો બનાવ છે. કોર્ટના પ્રવેશદ્વાર પર ટેમ્પરેચર ગન મૂકવા કોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોર્ટમાં પ્રવેશતી વ્યક્તિને તાવ હોય તો સારવાર માટે મોકલવા પણ કોર્ટે સૂચન કર્યું છે. કોર્ટે રાજ્ય સરકારને નોટિસ કાઢીને એક સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે રજિસ્ટ્રીને વોટ્સએપ અને સ્પેશિયલ મેસેન્જરથી કોર્ટે કરેલા નિર્દેશો જારી કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 20મી માર્ચે યોજાશે. કોર્ટે કોરોનાના શંકાસ્પદ કેસ અને કોરોના નિવારવા શું પગલાં લેવાયા તેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. દરમિયાન દુબઈ-સાઉદી અરબથી આવેલા 2 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

IIT ગાંધીનગરમાં આઇસોલેશન વોર્ડ

આઇઆઇટી ગાંધીનગરમાં વેકેશન બે અઠવાડિયા લંબાવાયું છે. દરરોજ 3 કલાક ડોક્ટરોને પણ હાજર રખાયા છે. આઇઆઇટી શહેરી વિસ્તારથી દૂર હોવાથી કેમ્પસમાં જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

માઇકાનું 28 માર્ચનું કોન્વોકેશન પણ રદ

કોરોનાને કારણે 28 માર્ચે યોજનારું માઇકાનું કોન્વોકેશન રદ કરાયું છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે આ પગલું લેવાયું છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ જ્યાં એકઠા થાય છે ત્યાં સેનિટાઇઝર મૂકવામાં આવ્યા છે.

કોરોના સામે હાઈકોર્ટનો ઓર્ડર | ચીફ જસ્ટિસની બેન્ચે સુઓમોટો કરી સરકાર અને નીચલી અદાલતો માટે આદેશો જારી કર્યા

કોર્ટમાં કોઈને પણ મળતી વખતે હાથ મિલાવવાનું ટાળી ‘નમસ્તે’ કરવા તાકીદ

રોગ સામે રક્ષણ માટે હાઈકોર્ટે નિર્દેશ જારી કર્યા હોવાની પહેલી ઘટના

વાડજમાં હવનમાં લોકો માસ્ક પહેરીને બેઠા હતા.

{ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડતા વ્યક્તિ કોર્ટમાં ગેરહાજર રહે તો નકારાત્મક હુકમ નહીં કરાય.

{ કોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને ફ્લોર જંતુમુકત રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.

{ રાજ્યભરની અદાલતોમાં પક્ષકારોને રૂબરૂ આવવાનો આગ્રહ રાખવો નહી.

{ કોર્ટમાં કોઇને પણ મળતી વખતે હાથ મિલાવવાનું ટાળીને હાથ જોડવાનો આગ્રહ રાખવો.

{ લોકોમાં જાગૃતિ વધારવા કોર્ટની લિફ્ટ પાસે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા પેમ્ફલેટ લગાવાયા.

દુબઈ-સાઉદી અરબથી આવેલા બેના રિપોર્ટ નેગેટિવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો