• Gujarati News
  • National
  • Ahmedabad News Precautions 125 Lakh Invited For The Trump Modi Program Only Access After Police Verification 055142

સાવચેતી | ટ્રમ્પ-મોદીના કાર્યક્રમ માટે આમંત્રિત 1.25 લાખને પોલીસ વેરિફિકેશન પછી જ પ્રવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અને નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં તેમજ રોડ શો માં 1.25 લાખ લોકો હાજર રહેશે. આ તમામ લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે આ તમામનું પોલીસ વેરિફિકેશન શરૂ થયું છે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપીને વેરિફિકેશનની જવાબદારી સોંપાઈ છે. અમેરિકી પ્રમુખ સીધા જ અમદાવાદ આવવાના હોવાથી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર જ તેમનું સ્વાગત કરશે.

ટ્રમ્પના આગમન પહેલાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવી જશે અને એરપોર્ટ પર જ સ્વાગત કરશે. જે 1.25 લાખ લોકોને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે તે તમામના નામ - સરનામાના આધારે ઈ ગુજકોપમાં તેમનો ગુનાઈત ઈતિહાસ ચેક કરાશે. જો કોઇ પણ વ્યક્તિ ગુનાઈત રેકોર્ડ ધરાવતો હશે તો તેને કાર્યક્રમમાં હાજર નહીં રહેવા દેવાય. આ ઉપરાંત રોડ શોમાં 15 હજાર લોકો જોડાવાના હોવાથી તે તમામના પણ પોલીસ વેરિફિકેશન શરૂ થયું છે. ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો જોડાશે. તેમાંથી 40 ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તહેનાત રહે છે. જ્યારે બાકીની પોલીસ અધિકારીઓની ગાડીનો સમાવેશ થાય છે.મોટેરા સ્ટેડિયમમાં આવનારા 1 લાખ આમંત્રિતો માટે 2200 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આમંત્રિતોએ ફરજિયાત બસમાં જ આવવું પડશે.

દીવાલની કામગીરી શરૂ

અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફના રોડ પર આવેલા સરણિયાવાસની ઝૂંપડપટ્ટીને ઢાંકી દેવા મ્યુનિ.એ 600 મીટર જેટલી લાંબી દીવાલ ચણી દીધી છે. ટ્રમ્પ ગાંધી આશ્રમથી પરત એરપોર્ટ સર્કલ, ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ જવાના હોવાથી આ સ્ટેડિયમ જવાના હોવાથા આ ઝૂંપડપટ્ટી દેખાય નહીં તે માટે દીવાલ ચણાઈ હોવાનું મ્યુનિ.ના અધિકારીઓનું કહેવું છે.

રોડના કામો વિના ટેન્ડરે જ કરાશે

અમેરીકી પ્રમુખની મુલાકાત માટે રોડ, લાઈટિંગ, ગાર્ડનિંગ સહિતની કામગીરી માટે થનારા ખર્ચ માટે ટેન્ડર મંગાવ્યા સિવાય કામો કરી દેવા માટેની મંજૂરી ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ છે.

એરપોર્ટ પર CMના કાફલા સામે ટેમ્પો આવ્યો

એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલા સામે ટેમ્પો ધસી આવ્યો હતો. 11.30 વાગ્યે રૂપાણી રાજકોટથી અમદાવાદ આવ્યા હતા ત્યારે ગુજસેલના ગેટથી કાફલો નીકળ્યો ત્યારે સામેથી એક ટેમ્પો ધસી આવ્યો હતો. જોકે સીએમના સુરક્ષા કર્મચારીઓએ ગાડીમાંથી હાથ બહાર કાઢીને ટેમ્પાના ડ્રાઈવરને ગાડી સાઈડમાં લેવા સૂચના આપી હતી.

અમદાવાદ એરપોર્ટ નો ફ્લાય ઝોન બનશે

અમેરિકી પ્રમુખની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તમામ ફ્લાઈટનું સંચાલન અટકાવી દઈ એરપોર્ટને -નો- ફ્લાય ઝોનમાં મૂકાશે. ટ્રમ્પના રોકાણ સુધી અમદાવાદ એરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટનું સંચાલન થશે નહીં. હાલ શહેર, રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે અમેરિકન સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. ટ્રમ્પની કાર તેમજ સુરક્ષા માટે જરૂરી સાધનો ટૂંક સમયમાં આવી જશે.

આમંત્રિત આધાર કે પાન કાર્ડ આપે પછી પોલીસ ગુનાઈત રેકોર્ડ છે કે નહીં તે ઈ-ગુજકોપમાં ચેક કરશે

¾, અમદાવાદ, શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2020 | II

રોડ શોમાં ટ્રમ્પ અને મોદીની 40 કાર અને 15 પોલીસ વાહન હશે

ક્રાઇમબ્રાંચે 1 કરોડની કિંમતનો 3ડી ઈફેક્ટ કેમેરા ગોઠવ્યો છે. આ કેમેરા 360 ડિગ્રીથી ફોટા કેપ્ચર કરશે તેમજ સ્થળનું મેપિંગ કરી કેટલા સિક્યુરિટી પોઈન્ટ મૂકવા તેનું માર્ગદર્શન આપશે.

તૈયારી અમદાવાદ બન્યું ટ્રમ્પમય

સૂર્યાસ્ત (શનિવાર)

06.34 વાગે

રસ્તે રઝળતી ગાયો ઉપરાંત ઘોડા પણ લઈ ગયા

ટ્રમ્પને ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટે 600 મીટર લાંબી દીવાલ બનાવાઈ

સૂર્યોદય (રવિવાર)

07.13 વાગે

સિક્યુરિટી પોઈન્ટ માટે 1 કરોડનો થ્રીડી કેમેરા

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમન પૂર્વે જ અમદાવાદ આવશે અને ગુજસેલ ખાતે ટ્રમ્પને રિસિવ કરશે.

3.68 કરોડમાં બોટલપામ સહિતનાં વૃક્ષો રોપાશે

અમદાવાદમાં અમેરિકા

મોટેરા સહિતના ટ્રમ્પના રોડ શોના રૂટ પર ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગની ટીમો દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરી કરી છે. જેમાં મોટેરામાંથી ગાયો સાથે ઘોડા પણ લઈ ગયા હતા.

ચીમનભાઈ બ્રિજથી સ્ટેડિયમ, ઝુંડાલ સર્કલ, મોટેરા વિસ્તારમાં 3.68 કરોડના ખર્ચે બોટલપામ સહિતનાં વૃક્ષો રોપવાનું ટેન્ડર તાકીદે મંજૂર થયું છે. રોડની શોભા વધારવા આ વૃક્ષો રોપાશે.અન્ય સમાચારો પણ છે...