તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Police Drone Surveillance 7 Youth Arrested For Playing Cricket In Ghatlodia Society 055101

પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ | કામ વગર બહાર નીકળતા કે ટોળે વળતાં લોકોના ફોટા પાડી પકડવાનું શરૂ, ઘાટલોડિયાની સોસાયટીમાં ક્રિકેટ રમતાં 7 યુવકની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_લૉકડાઉનને ગંભીરતાથી નહીં લેતાં લોકોને પકડવા અમદાવાદ પોલીસે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. ડ્રોનથી ફોટા પાડી કામ વગર બહાર નીકળતાં લોકો સામે જાહેરમાના ભંગનો ગુનો નોંધવાની ડીજીપી શિવાનંદ ઝાએ ચેતવણી આપી છે. દરમિયાન રવિવારે ઘાટલોડિયાની રન્નાપાર્ક સોસાયટીમાં ક્રિકેટ રમી રહેલા 7 યુવકની ધરપકડ કરી ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ લૉકડાઉનનું પાલન નહીં કરનારા 300 લોકોની ધરપકડ પણ થઈ છે. શહેરના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પોલીસે ડ્રોનથી સર્વેલન્સ ચાલુ કરી દીધું છે. પોલીસે ચેતવણી આપી છે કે, સોસાયટી કે મહોલ્લાની અંદર કે બહાર ટોળે વળતાં લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રવિવારે કારંજમાં પોલીસને જોઈ ભેગા થયેલા 9 લોકો ભાગી ગયા હતા. જો કે પોલીસ તેમને પકડી લાવી હતી અને ગુનો નોંધ્યો હતો. 24 કલાકમાં 468 વાહન ડિટેઈન કરીને 2.97 લાખ દંડ વસૂલ્યો હતો. *photocaption*
અન્ય સમાચારો પણ છે...