તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Piyam Will Vote For The National President Of His Party The Finance Minister The Governor 054554

પોતાની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને વોટ આપશે પીઅેમ, નાણાપ્રધાન, રાજ્યપાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23 એપ્રિલે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એક રીતે ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે જ્યારે વડાપ્રધાન, નાણામંત્રી અને રાજ્યપાલ એક જ લોકસભા ક્ષેત્રમાં પોતાના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખને મત આપશે. ભાજપના પ્રમુખ અમિત શાહ ગાંધીનગરના ભાજપના ઉમેદવાર છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મતદારયાદીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદી બેન પટેલનાં નામો છે.

યોગાનુયોગ આ વખતે નરેન્દ્ર મોદી પ્રથમવાર અમિત શાહને મત આપશે. આ ઉપરાંત મોદી અને આનંદીબહેન બન્ને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આમ ગુજરાતના આ બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ એક જ ઉમેદવારને મત આપશે.

નરેન્દ્ર મોદીનું નામ રાણીપના રહેવાસી તરીકે મતદારયાદીમાં છે. આ વિસ્તાર સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં છે. અરુણ જેટલી પણ અમદાવાદના વેજલપુર વિધાનસભા મતવિસ્તારના મતદાર છે જ્યારે આનંદીબહેન પટેલ ઘાટલોડિયા મતવિસ્તારના મતદાર છે. આમ સાબરમતી, વેજલપુર અને ઘાટલોડિયા ત્રણેય વિસ્તારો ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે. વડાપ્રધાન મોદી રાણીપ ખાતેના મતદાન મથકે મત આપવા જતા પહેલા ગાંધીનગર પાસેના રાયસણમાં માતા હીરાબાને મળવા જશે. અમિત શાહ પણ નારણપુરા ખાતે સંઘવી હાઇસ્કૂલ નજીકના મથકેથી મતદાન કરશે.

ભાજપના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આ બન્ને નેતા વહેલી સવારે જ મતદાન કરશે જેથી તેઓ અન્ય મતદાતાઓ પણ ઉત્સાહપૂર્વક જંગી મતદાનનો સંદેશ આપી શકે.

આ તમામ નેતાઓ મતદાનના આગલા દિવસે સાંજે જ ગુજરાતમાં આવી જશે. મોદી ગાંધીનગરમાં રાજભવનમાં રાતવાસો કરશે. મતદાન પહેલાની રાત્રે ભાજપના ટોચના નેતાઓ વચ્ચે મુલાકાતનો દોર જામશે અને ચૂંટણીની રણનીતિઓ ઘડાશે.

વડાપ્રધાન મોદી, નાણાપ્રધાન અરુણ જેટલી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણેય ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મતદાતા છે
અન્ય સમાચારો પણ છે...