તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીર્થયાત્રા, વિહાર યાત્રા, જીવન યાત્રા આજથી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારથી જૈન યાત્રિકો શત્રુંજય યાત્રાનો પ્રારંભ કરશે. જૈનનગર સંઘ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મહિમાને વર્ણવતા આચાર્ય કલ્યાણબોધિસૂરીજીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એટલે જૈનધર્મની દૃષ્ટિએ આજના દિવસે ત્રણ યાત્રાનો પ્રારંભ થાય છે.

તીર્થયાત્રા: જૈનોનું અતિ પવિત્ર અને અતિ પ્રભાવક કહી શકાય એવા શત્રુંજય તીર્થની યાત્રાનો આજથી પ્રારંભ થાય છે. આજે શત્રુંજય ઉપર દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિ સાથે મોક્ષ પામ્યા હતા. તેથી પણ આજનો દિવસ મહત્ત્વનો છે.

વિહાર યાત્રા : હજારો સાધુ-સાધ્વીજીઓ ચોમાસામાં હિંસા વિરાધનાથી બચવા ચાર મહિના એક સ્થાનમાં રહી સ્વસાધના સાથે સમાજને ધર્મનો બોધ આપે છે. સમાજને સન્માર્ગમાં રાખવાનો પ્રયાસ કરે તે સાધુ આવા ગુરુદેવોની વિહારયાત્રાનો આજથી પ્રારંભ થાય છે.

જીવનયાત્રા :- 900 વર્ષ પૂર્વે જેમણે સમગ્ર ગુજરાતમાં અહિંસાની આહલેક જગાવી હતી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા ગુર્જર નરેશોના જેઓ ગુરુ હતા. જેમણે સાડા ત્રણ કરોડ નૂતન સંસ્કૃત શ્લોકોનું સર્જન કર્યું હતું. જેઓ આ કળિકાળમાં સર્વજ્ઞ જેવા હોઈ લોકો તેમને ‘કલિકાલ સર્વજ્ઞ’ના વિશેષણથી નવાજાતા હતા. એવા હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજનો મંગળવારે જન્મદિવસ છે. એટલે કે તેમની ‘જીવનયાત્રા’નો આજથી પ્રારંભ થયો હતો. ‘યાત્રાયતે આત્મનમિતિ યાત્રા્’, દુઃખો, પાપો, કર્મો, દોષોથી આત્માની રક્ષા કરે તેનું નામ યાત્રા.

ત્રણ નદી ભેગી થાય તેને પ્રયાગ-મહાતીર્થ કહેવાય છે. ત્રણ યાત્રા ભેગી થાય તે આજે પવિત્ર અને પ્રભાવક ‘મહાનિર્વાણ યાત્રા દિવસ’ રૂપે અચૂક નવાજી શકાય. આજના દિવસને પામીને આપણી ‘મોક્ષયાત્રા’નો પ્રારંભ કરીએ.

અન્ય સમાચારો પણ છે...