તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેજલપુર પોલીસ સામે વકીલની HCમાં અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાં રહેતા હાઇકોર્ટના વકીલ હર્ષ સુરતીએ હાઇકોર્ટમાં વેજલપુર પોલીસ સામે અરજી કરી છે. હર્ષ સુરતીના ઘરમાં માથાભારે શખ્સોએ હથિયાર સાથે ઘૂસીને ઘર ખાલી કરવા ધમકી આપી હતી. પરતું ઘર ખાલી ન કરતા ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસમાં ફરિયાદ છતાં પોલીસે આરોપીઓની ધરપકડ નહીં કરતા વકીલે હાઇકોર્ટમાં અરજી કરી છે.

હર્ષ સુરતીએ કહ્યું છે કે, મકાન ખાલી કરવા તેમના ઘરે પ્રજ્ઞેશ પટેલ અને જીતુ ગોસ્વામી પિસ્તોલ, અને ઘાતક હથિયારો સાથે ઘૂસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...