તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Parents School Administrator39s Force To Begin The Rte Process Early 024654

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓ-સ્કૂલ સંચાલકનું RTEની પ્રક્રિયા વહેલી શરૂ કરવા માટે દબાણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | વાલીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા આરટીઇની પ્રક્રિયા વહેલી શરૂ કરવાને કહીને સરકારને રજૂઆત કરી હતી. જેથી આ વર્ષે આરટીઇની પ્રવેશ પ્રક્રિયા વહેલી થવાની શક્યતા છે. સરકારે દરેક સ્કૂલો પાસેથી આરટીઇની સીટોની માહિતી માંગી છે.

માહિતી ન અાપનારી સ્કૂલો સામે પગલાં લેવા તાકીદ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાલીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા આરટીઇના પ્રવેશ પ્રક્રિયા પહેલા શરૂ કરવાની વારંવાર રજૂઆત થતાં સરકાર પર દબાણ વધ્યું છે. જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા દરેક ખાનગી સ્કૂલોની આરટીઇ માટેની સીટોની સંખ્યા મંગાવવામાં આવી છે. જેથી આ વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આરટીઇ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ પહેલા વાલીઓ અને ખાનગી સ્કૂલ સંચાલકોના મંડળ દ્વારા પણ બાળકોના અભ્યાસ પર અસર ન થાય તે માટે આરટીઈના બાળકોના પ્રવેશ વહેલા ફાળવવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત ગયા વર્ષે ખાનગી સ્કૂલોમાં ખાલી બેઠકો હોવા છતાં પણ મોડી એડમિશન પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા ન હતા. પરિણામે ગયા વર્ષે મોડી એડમિશન પ્રક્રિયાને લઇને વાલીઓમાં વિરોધ જોવા મળ્યો હતો. આ વર્ષે સરકાર દ્વારા વાલીઓના વિરોધ કરતા પહેલી પ્રક્રિયા શરૂ કરવાની પૂરતી તૈયારી કરી રહી છે.

આ પહેલા ડીઇઓએ દરેક સ્કૂલોને આરટીઈમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી સ્કૂલો પાસેથી મંગાવી હતી. પરંતુ સ્કૂલોએ માહિતી ન આપનારી સ્કૂલો સામે કાયદેસરના પગલાં લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો