તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Parents In Global School Went To Put Flowers Drums And Children 054549

ગ્લોબલ સ્કૂલમાં વાલીઓ ફૂલહાર, ઢોલ વગાડી બાળકોને મૂકવા ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સસ્પેન્ડ કરાયેલા 32 વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન બાદ ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યા છે. વાલીઓએ બાળકોને ફૂલહાર પહેરાવી, ઢોલ સાથે સ્કૂલ સુધી મૂકવા ગયા હતા. વાલીઓના મતે સ્કૂલ સામે વાલીઓની જીત થઇ છે અને વિદ્યાર્થીઓને જીતની ઉજવણી સાથે સ્કૂલે એડમિશન અપાવવા પંહોચ્યા હતા.

આ પહેલા સ્કૂલે માંગેલી ફી નહીં ભરનારા બાળકોને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સસ્પેન્ડ કરાયા હતા.

ફી મુદ્દે બાળકોને સસ્પેન્ડ ન કરવા કોર્ટનો આદેશ હતો
વાલીઓએ સસ્પેન્ડ કરેલા બાળકોની ફરિયાદ જીલ્લા શિક્ષણાધીકારીની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ કરી હતી. સુપ્રીમે ડાયરેક્શન આપ્યું હતું કે કોઇ બાળકને ફીના મુદ્દે સ્કૂલે સસ્પેન્ડ કર્યા હોય તો તેઓએ બાળકોને પરત લેવા. જેથી ગ્લોબલ સ્કૂલે બાળકોના વાલી પાસેથી ફોર્મ ભરાવીને શરતોને આધીન એડમિશન આપ્યા છે. વાલીઓની માંગ હતી કે સ્કૂલ બાળકો સાથે ગુસ્સો ન રાખે, તેેમના અભ્યાસમાં પણ બાકીના વિદ્યાર્થીઓ જેટલું જ ધ્યાન આપે.

અન્ય સમાચારો પણ છે...