તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામીણ ભારતમાં માસિકધર્મની સમસ્યાઓ પર બનેલી ડોક્યુમેન્ટરીને ઓસ્કાર એવોર્ડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રામીણ ભારતમાં માસિકધર્મ વખતે યુવતીઓની સમસ્યાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી ‘પિરિયડ: એન્ડ ઓફ સેન્ટેન્સ’ને સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવૉર્ડથી સન્માનિત કરાઈ છે. શોર્ટ સબ્જેક્ટ શ્રેણીમાં એવૉર્ડ જીતેલી આ 26 મિનિટની ડોક્યુમેન્ટરી ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લાના કાઠીખેડા ગામમાં પેડ બનાવવાનું મશીન મૂક્યા પછી આવેલા બદલાવ પર આધારિત છે. આ ગામમાં યુવતીઓને માસિકધર્મના કારણે અભ્યાસ છોડવો પડતો હતો કારણ કે તેમને સેનિટરી પેડ નહોતા મળતા.

આ ફિલ્મનું નિર્માણ લોસ એન્જલસની ઓકવૂડ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમ તથા તેમનાં શિક્ષિકા મેલિસા બર્ટન દ્વારા સ્થપાયેલા ‘ધ પેડ’ પ્રોજેક્ટ અંતર્ગત કરાયું હતું. આ ફિલ્મના સહનિર્માતા ભારતીય મૂળના ગુનીત મોંગા છે, જ્યારે દિગ્દર્શક ઈરાની-અમેરિકન રેકા જેહતાબાચી છે. ઓસ્કાર એવૉર્ડ સમારંભમાં બર્ટન અને જેહતાબાચીએ આ ફિલ્મનો એવૉર્ડ સ્વીકાર્યો હતો. જેહતાબાચીએ કહ્યું હતું કે મને વિશ્વાસ નથી કે માસિકધર્મ પર બનેલી ફિલ્મને ઓસ્કાર મળશે. જ્યારે બર્ટને ઓસ્કાર સ્કૂલને

...અનુસંધાન પાના નં. 14સમર્પિત કરતા કહ્યું હતું કે મારા વિદ્યાર્થીઓ અને ભારતીયો બદલાવ લાવવા ઈચ્છતા હોવાથી આ પ્રોજેક્ટનો જન્મ થયો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ આશરે રૂ. બે લાખ ભેગા કરીને બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ તૈયાર કરવાનું મશીન ખરીદયું હતું. ત્યાર પછી બર્ટને આ મશીન કોઈ જરૂરિયાતમંદ લોકોને આપવાનું સૂચન કર્યું હતું, જેથી એક્શન ઈન્ડિયા નામની સંસ્થા થકી આ મશીન કાઠીખેડા પહોંચ્યું હતું. ત્યાર પછી આ જ સંસ્થાએ આ ગામની સ્નેહા નામની યુવતીનો સંપર્ક કરીને ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવથી સ્નેહાની માતાને ખચકાટ હતો, પરંતુ તેના પિતાએ હિંમત આપી હતી. ત્યાર પછી બીજી ચાર યુવતી પણ તેમાં જોડાઈ હતી. આ ફિલ્મ બનાવવા માટે 40 હજાર ડૉલર (આશરે રૂ. 28 લાખ)નું ભંડોળ ભેગું કરાયું હતું. આ ફિલ્મનું શૂટિંગ 2016માં થયું હતું.

આ ડોક્યુમેન્ટરીની સ્પર્ધા બ્લેક શિપ, એન્ડ ગેમ, લાઈફબોટ અને અે નાઈટ એટ ધ ગાર્ડન જેવી શોર્ટ ફિલ્મો સાથે હતી. ભારતનું નામ દસ વર્ષ પછી ઓસ્કારમાં ચમક્યું છે. 2009માં સ્લમડોગ મિલિયોનેરના માટે સંગીતકાર એ.આર. રહેમાન અને સાઉન્ડ એન્જિનિયર રસૂલ પોક્કુટીને ઓસ્કાર મળ્યો હતો.

ગુનીત મોંગા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો