તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યની ખાનગી બસોમાં પડદા, શેતરંજીઓ દૂર કરવાનો આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમામ RTOને બે વાર ફિનાઇલથી ક્લીન કરવા, વધુ ભીડ એકઠી નહીં કરવા સહિતની વાહન વ્યવહાર કમિશનરે સૂચના આપી

વાહનવ્યવહાર કમિશનર રાજેશ મંજુએ કહ્યું કે, રાજ્યમાં દોડતી ખાનગી બસોના 15 જેટલા મોટા ઓપરેટરોને લેખિત સૂચના આપી તમામ બસોમાંથી પડદાં, શેતરંજી અને જાજમ દૂર કરવા જાણ કરાઇ છે. તકેદારીના ભાગરૂપે બસોના હેન્ડલ, મુસફારોની સીટ, દરવાજા, બારીઓ સહિત બસની અંદર વારંવાર સફાઇ કરવા સૂચના અપાઇ છે. લોકોની સુરક્ષા માટે રાજ્યની બંધ કરાયેલી પૈકી 15 જેટલી ચેકપોસ્ટો પર ગુજરાતમાં આવતી અને જતી વિવિધ બસોમાં મુસાફરોના થર્મલ સ્ક્રીનિંગ કરાઇ રહ્યું છે. ચેકપોસ્ટો પર ડોક્ટરોની ટીમો 24 કલાક કાર્યરત રહેશે. ખાસ કરીને રાજસ્થાનથી આવતી વિવિધ બસો માટે વધુ ટીમો કાર્યરત છે. ચાલુ મુસાફરીમાં બસમાં શંકાસ્પદ પેસેન્જર જણાય તો હેલ્પ લાઇન પર ફોન કરવા પણ વારંવાર જાહેરાત કરવામાં આવે, જેથી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરી શકાય.

કમિશનર મંજુએ વધુમાં કહ્યું કે રાજ્યની તમામ આરટીઓમાં ભીડ ના થાય તેનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. તેમજ કચેરીમાં દિવસમાં બે વાર ફિનાઇલથી ક્લીન કરવાની અને સેનિટાઇઝરની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે.

RTOમાં ભીડ ઘટાડવા સરકારને રજૂઆત

કોરોનાનો ફેલાવથી પોઝિટિવ કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યની તમામ આરટીઓમાં લોકોની ભારે ભીડ ઘટાડવા સરકાર સમક્ષ રજૂઆત કરાઇ છે. સુરક્ષાના ભાગરૂપે આરટીઓની ભીડને સરકારે અટકાવવી જોઇએ. લોકો લાઇસન્સ, આરસી બુક અને બીએસ-4ના કામ માટે સવારથી આવી જાય છે. વિદેશના લોકો પણ લાઇસન્સ સહિતની કામગીરી માટે આવે છે. જેમાં કોરોનાનો વધુ ફેલાવ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી હાલ લાઇસન્સ સહિતની કામગીરી અટકાવી જોઇએ.

ચિરાગ રાવલ, અમદાવાદ | કોરોનાના ફેલાવને અટકાવવા માટે વાહનવ્યવહાર કમિશનરે રાજ્યની ખાનગી લકઝરી બસોમાંથી પડદા, શેતરંજી અને જાજમ દૂર કરવા આદેશ કર્યો છે. બસોમાં આવતા મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને બસની વારંવાર સફાઇ કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ આરટીઓમાં બે વાર ફિનાઇલથી ક્લીન કરવા તેમજ વધુ ભીડ એકઠી ન કરવાની વાહન વ્યવહાર કમિશનરે સૂચના આપી છે.


બસોમાં આવતા તમામ મુસાફરોનું પણ હવે થર્મલ સ્ક્રીનિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...