CFSLમાં MTS પોસ્ટ માટે ધોરણ 10 પાસને તક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)એ મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (ટેક્નિકલ)માં અલગ અલગ જગ્યાઓ માટે અરજી મગાવી છે. ધો. 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે 21 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. આ જગ્યાઓની પસંદગી લેખિત પરીક્ષામાં મેરિટને આધારે થશે. લેખિત પરીક્ષાનો સમય અને સ્થળ આગામી સમયમાં જાહેર કરાશે. ઉમેદવારોએ અરજીની સાથે માર્કશીટ અને કામના અનુભવનું સર્ટિફિકેટ પણ મોકલવાનું રહેશે. મલ્ટિ ટાસ્કિંગ પોસ્ટ માટે પગાર 5,200થી 20,200 અને ગ્રેડ પે 1,800 રૂપિયા હશે. આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 25 વચ્ચે હોવી જોઈએ.