તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનો બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સહિત જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આ અંતર્ગત હાઈકોર્ટમાં પણ આ અંગે પિટીશન ચાલી રહી છે પરંતુ અમદાવાદ શહેર અને જિલ્લાના પાંચ વિસ્તારોમાં 15 ખેડૂતોએ આ અંગે વિરોધ રજૂ કર્યો છે. વિધાનસભામાં ધારાસભ્યએ રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં રાજય સરકારે આ વિગતો જણાવી હતી.

રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબ મુજબ, દસક્રોઈમાં ચાર ખેડૂતો, મણિનગરના ત્રણ, સાબરમતીના ત્રણ, અસારવાના બે તથા ઘાટલોડિયા અને વટવાના એક-એક ખેડૂતે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ જિલ્લામાં હાલના તબક્કે 35.11 હેકટર અને ખેડા જિલ્લામાં 105.52 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. છેલ્લા બે વર્ષમાં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2022 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, રાજ્યના સંખ્યાબંધ ખેડૂતોએ કરેલી પિટીશનને લીધે હજુ આ પ્રક્રિયા ખોરંભે પડે તેવી શકયતા છે. સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનુ મુખ્ય જંકશન ઉભુ કરાશે તેની આસપાસનો વિસ્તાર ઔડા દ્વારા ડેવલપ કરવાની જાહેરાત પણ તાજેતરમાં ઔડા દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...