• Gujarati News
  • National
  • Ahmedabad News On The 26th The Initiation Day Of The Mahant Will Be Celebrated At The Kumkum Temple 055056

26મીએ કુમકુમ મંદિરના મહંતના દીક્ષા દિવસની ઉજવણી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના 38મા દીક્ષા દિવસે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના પારાયણ કરવામાં આવશે. પાલડી મંદિરમાં પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીએ સૌપ્રથમ કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ પોતાના ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકેની દીક્ષા આપીને સંતોને દીક્ષા આપવાની પ્રણાલિકા સ્થાપી, તેને આગામી 26 ફેબ્રુઆરીએ 78 વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેમના દીર્ઘાયુ માટે મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર સંચાલિત દેશ-વિદેશનાં મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવશે.

આ પ્રસંગે પાલડી મંદિરનો પાટોત્સવ પણ ઊજવાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, આ દિવસે સવારે 8થી 12 સુધી પાલડી કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ, અન્નકૂટ, પારાયણ, સત્સંગ સભા યોજાશે. સભાની અંદર આનંદપ્રિયદાસજી સ્વામીને વિશાળ હાર પહેરાવાશે. મુક્તજીવન સ્વામીબાપાએ તેમના ગુરુ ઇશ્વરચરણદાસજી સ્વામીના વચને 78 વર્ષ પૂર્વે કડીમાં સંવત 1998ના ફાગણ સુદ ત્રીજના દિવસે દીક્ષા આપી હતી.

મંદિરમાં અન્નકૂટ, પારાયણનું પણ આયોજન

અન્ય સમાચારો પણ છે...