તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News On Suspicion Of The Character The Husband Killed His Wife Against The Son 054520

ચરિત્ર પર શંકા જતાં પતિએ પુત્ર સામે પત્નીને મારી નાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| નિકોલમાં ઘરકંકાશથી કંટાળીએ પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. ઘરમાં ચાલતા રોજબરોજના ઝઘડામાં આવેશમાં આવી પતિએ શુક્રવારે સવારે તેના ચાર વર્ષના દીકરાની નજરે સામે જ પત્નીની મારી નાખી.

હત્યા કરી લાશ ઘરમાં પાણીની ટાંકીમાં નાખી દીધી હતી, પોલીસે પકડી પાડ્યો
નિકોલની આ ઘટનામાં જ્યારે પતિએ પત્નીને લોહીલુહાણ કરી ત્યારે પાડોશીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પતિ તેને રૂમમાં લઈ ગયો અને દરવાજો બંધ કરીને તેની હત્યા કરી લાશ પાણીની ટાંકીમાં નાખી ભાગી ગયો હતો.

નિકોલના ખોડિયારનગરના લીલાનગર પ્રભાતભાઈ રબારીની ચાલીમાં રહેતા અને સિલાઈ કામ કરતા 25 વર્ષીય શિવાની પવાર (પરમાર) 4 વર્ષના દીકરા સાથે રહેતાં હતાં. તેમના રત્નકલાકાર પતિ વિરપાલ પવાર (પરમાર) કેટલાક સમયથી તેમનાથી અલગ રહે છે. બંને પતિપત્ની વચ્ચે દોઢ વર્ષથી ઝઘડા ચાલતા હતા હોવાથી શિવાની તેમનાથી અલગ રહેતી હતી. શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ વિરપાલ શિવાનીના ઘરે આવ્યો હતો અને શિવાની સાથે ઝઘડો કર્યો હતો. વિરપાલે આ ઝઘડામાં શિવાનીના માથામાં લાકડી મારતા શિવાનીએ બૂમો પાડી હતી, જેથી પડોશમાં રહેતા મંજુલાબહેન તોમર (50) બહાર આવી ગયાં હતાં. તેમણે લોહીલુહાણ શિવાનીને બચાવવા દોડતા વિરપાલ શિવાનીને ઢસડીને રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો અને કપડાં વડે તેનું ગળું દબાવી તેને ઘરમાં રહેલી પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી. આ ઘટના શિવાની અને વિરપાલનાં 4 વર્ષના દીકરાની નજર સામે બની હોવાથી તે ડરી ગયો હતો. બીજી તરફ પાડોશી મંજુલાબહેનના પુત્ર વિવેકસિંહે પોલીસને જાણ કરી હતી અને મંજુલાબહેને હત્યાની પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પત્નીની હત્યા બાદ વિરપાલ ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...