તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનુમાન જયંતી નિમિત્તે 18 એપ્રિલે ભવ્ય શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ ચૈત્ર સુદ પૂનમ 19 એપ્રિલે હનુમાન જયંતી ઉજવશે. 18 એપ્રિલે શહેરમાં ભવ્ય હનુમાન યાત્રાનું આયોજન કરાયું છે. 19મીએ હનુમાનજીને 500 કિલો દૂધનો હલવો ધરાવાશે.

ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, હનુમાન યાત્રામાં ભક્તોને પ્રસાદીરૂપે 1500 કિલો બુંદી તથા ચીકી વહેંચાશે. યાત્રાનો શુભારંભ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી કરાવશે. યાત્રા સવારે 8 કલાકે કેમ્પથી નીકળી સુભાષબ્રિજ, આશ્રમ રોડ, પાલડી, વાસણા, શ્રી વાયુદેવતાજી મંદિરે પહોંચશે અને ત્યાં પિતાના આશીર્વાદ લઈ પરત અંજલિ ચાર રસ્તા ધરણીધર, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા થઇ નિજ મંદિરે પરત ફરશે.

નાગરવેલ મંદિરે જન્મોત્સવ ઊજવાશે
રખિયાલ રોડ પરના નાગરવેલ હનુમાન મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે સવારે 6 વાગે ઉત્થાપન આરતી, 8.30 વાગે ધ્વજારોહણ, 9થી 12 સુધી સુંદરકાંડ પાઠ બાદ જન્મોત્સવની ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...