તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની અદાવતમાં યુવક પર 2 લોકોનો હથિયારથી હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વટવામાં અગાઉની અદાવતને ધ્યાનમાં રાખીને બે શખસોએ યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પેટના ભાગે ઘા મારી દીધો હતો. વટવા પોલીસે બંનેે શખસો વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

વટવાના અનવરનગરમાં રહેતા ઈર્શાદ મહેંદી સૈયદને આઠેક વર્ષ પહેલા અલસબા પાર્કમાં રહેતા મોહસીન ઉર્ફે મોહસીન ચાચા સાથે ઝઘડો થયો હતો તે વખતે મોહસીન ચાચાએ ઈર્શાદમહેંદીના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

તે અદાવતને ધ્યાનમાં રાખીને ગુરુવારે રાતે ઈર્શાદમહેંદી ઘરે જતો હતો ત્યારે મોહસીન ચાચા અને તેનો મિત્ર મોહમંદફિરોઝ ઈર્શાદમહેંદીના ઘરે તેની પત્ની પાસે જઈને ઈર્શાદમહેંદીની પુછપરછ કરતા હતા. ત્યારે ઈર્શાદમહેંદીએ તેમને કેમ મારી પુછપપરછ કરો છો તેમ જણાવ્યું હતું ત્યારે મોહસીન ચાચા અને તેનો મિત્ર મોહમંદફિરોઝ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલચાલ કરી મારઝુડ કરવા લાગ્યા હતા.

દરમિયાન મોહસીનચાચાએ ઈર્શાદમહેંદીને પકડી રાખ્યો હતો અને મોહમંદફિકોઝ લોખંડની ગુપ્તી લઈને આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આજે તને જીવતો રહેવા દઈશ નહીં, તેમ કહીને ઈર્શાદમહેંદીના પેટના ભાગે ઘા મારી દીધો હતો. આ ઘટના જોઈ આસપાસના લોકો ભેગા થઈ જતા બંન્ને જણા ત્યાંથી નાસી ગયા હતા.

ઈજાગ્રસ્ત ઈર્શાદમહેંદીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે વટવા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં ઈર્શાદમહેંદીએ મોહસીનચાચા અને મોહમંદફિરોઝના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પેટના ભાગે ઇજા થતા યુવકને હોસ્પિટલ ખસેડાયો

વટવામાં હત્યાના પ્રયાસની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...