તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Offer To The Government To Set Up An Oscillation Ward In Schools 055014

સ્કૂલોમાં ઓઇસોલેશન વોર્ડ ઊભા કરવા સરકારને ઓફર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસ વધુ વકરે અને આઈસોલેશન વોર્ડ ઊભા કરવાની જરૂર પડે તો સ્કૂલોનાં બિલ્ડિંગ સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરતો એક પત્ર અમદાવાદ શહેર શાળા સંલાચક મંડળે મુખ્ય મંત્રીને લખ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના જેવી મહામારી સામે લડવા સ્કૂલ સંચાલકો સરકાર સાથે છે. જો મહામારી વિસ્તરે તો સ્કૂલોમાં પણ આઇસોલેશન વોર્ડ કે અન્ય મેડિકલ ફેસેલિટી ઉભી કરી શકાય. ઉપરાંત સ્ટાફ પણ ઇમર્જન્સીમાં મદદરૂપ થશે. જો વાઇરસને કારણે મોટી સંખ્યામાં લોકોને અસર થાય તો સૌથી પહેલાં સરકારી સદનોને હોસ્પિટલમાં કન્વર્ટ કરાશે. ત્યારબાદ રાજ્યની અન્ય સરકારી ઇમારતો, સરકારી સ્કૂલો, કન્ટેનર અને અંતે ખાનગી સ્કૂલો પસંદ કરાશે. બને ત્યાં સુધી
સરકારી મિલકતનો જ ઉપયોગ કરવામાં આવી શકે છે.

સ્કૂલ સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

દર્દીઓની સારવાર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી

અન્ય સમાચારો પણ છે...