તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Offense Against Contractor For Ladder Laying At Railway Station 055034

રેલવે સ્ટેશન પર સીડી પડવા મામલે કોન્ટ્રાક્ટર સામે ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે 30 ફુટ ઊંચી સીડી પડી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં રેલવે જીઆરપીએ કોન્ટ્રાક્ટર સામે બેદરકારી દાખવવા તેમજ બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જીઆરપી પીઆઈ આર. એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હરિયાણાના તીર્થયાત્રીઓનો 45 જેટલા સભ્યોનો ગ્રુપ શુક્રવારે સાંજે ટ્રેનમાં દિલ્હી જવા રવાના થયો હતો. તેમની સાથે ચાર ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિઓ પણ દિલ્હી રવાના થયા હતા. જ્યારે બાકીના બે ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે તેમના સંબંધીઓ પણ શનિવારે આવી જતા તેમને ડિસ્ચાર્જ કરાવી હરિયાણા લઈ ગયા છે, જ્યારે બીજા મૃતકની ડેડબોડીને પણ પીએમ બાદ શનિવારે બપોરે હરિયાણા મોકલી આપવામાં આવી છે.

2 ઇજાગ્રસ્તો સાજા થઇ જતા દિલ્હી મોકલાયા

શુક્રવારે દુર્ઘટનામાં 2નાં મોત થયા હતા

અન્ય સમાચારો પણ છે...