તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેટ-2 પાસ ઉમેદવારોની ભરતી કરવા NSUIની માગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનએસયુઆઈ ટેટ-2 પાસ કરેલા યોગ્ય લાયકાત વાળા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા સત્વરે હાથ ધરવા માટેની રાજ્યપાલને રજૂઆત કરી છે. એનએસયુઆઈએ ગુજરાતના રાજ્યપાલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,‘છેલ્લા ત્રણ વર્ષ કરતા પણ વધારે સમયથી ટેટ-2 પાસ કરેલા ઉમેદવારોની ઝડપથી ભરતી પ્રક્રિયા કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર અસંવેદનશીલ થઈ ગઈ હોય તે રીતે ગુજરાતના ભાવિ શિક્ષકો સાથે વર્તન કરી રહી છે.

દિવસેને દિવસે બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ નોકરી માંગતા ઉમેદવારોની વયમર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે ત્યારે શિક્ષિત બેરોજગાર યુવાનોને યોગ્ય રોજગારી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી
જોઈએ.

અન્ય સમાચારો પણ છે...